કાયદાનું ભાન કરાવનાર પોલીસકર્મીને મહિલાએ કરાવ્યું નિયમોનું ભાન, ચાલુ બાઇકે હેલ્મેટ પહેર્યા વગર જતો હતો, રસ્તામાં જ લઇ લીધો ઉઘડો, જુઓ વીડિયો

હેલ્મેટ વગર બાઈક લઈને જતો હતો પોલીસકર્મી, મહિલાએ કારમાંથી પાડી બૂમો, “હેલ્મેટ ક્યાં છે ?”, વીડિયો વાયરલ થતા મહિલા પણ આવી ગઈ ઝપેટમાં, જુઓ

Police Officer Riding Bike Without Helmet : આપણા દેશમાં ટ્રાફિકને લઈને નિયમો ખુબ જ કડક છે, જો તમે રસ્તા પર જતા સમયે ટ્રાફિકના નિયોમો તોડો છો અને કોઈ પોલીસકર્મીની નજરમાં આવી જાવ છો તો તમારે દંડ ચોક્કસ ભરવો જ પડે છે. પોલીસકર્મીઓ તમારો મેમો તરત ફાડી જ દેતા હોય છે, પરંતુ કાયદાનું ભાન કરાવનારા પોલીસકર્મીઓ જ નિયમો તોડે તો ? હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મી હેલ્મેટ વગર બાઈક લઈને રસ્તા પર જતો હોય છે અને એક મહિલા તેને કાયદાનું ભાન કરાવે છે.

હેલ્મેટ વગર રોડ પર નીકળ્યો પોલીસકર્મી :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક મહિલા કાર ચલાવી રહી હતી. તેની નજર હેલ્મેટ વગર મોટરસાઈકલ પર જઈ રહેલા પોલીસકર્મી પર પડે છે. તેનો વીડિયો બનાવતી વખતે તે પૂછે છે કે તારું હેલ્મેટ ક્યાં છે? પોલીસકર્મી યુવતીને નજરઅંદાજ કરીને જતો રહે છે. પરંતુ વીડિયો જોતી વખતે કેટલાક લોકોની નજર મહિલા પર પણ પડે છે. તેણે જોયું કે મહિલાએ પોતે સીટ બેલ્ટ પહેર્યો નથી. પછી શું… આ અંગે જનતા કહેવા લાગે છે કે દીદી, પહેલા તમારો સીટ બેલ્ટ પહેરો.

વાયરલ થયો વીડિયો :

આ વિડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર @gharkekalesh હેન્ડલ સાથે 8 નવેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- હેલ્મેટને લઈને મહિલા અને પોલીસ અધિકારી વચ્ચે સંઘર્ષ. હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે, જેને અત્યાર સુધી 4 લાખ 73 હજારથી વધુ વ્યૂઝ અને 5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ સેંકડો યુઝર્સે પણ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

સીટ બેલ્ટ ના પહેરવા પર યુઝર્સે મહિલાને પણ સંભળાવી :

જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે મુંબઈ ટ્રાફિક પોલીસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું- આગળની કાર્યવાહી માટે કૃપા કરીને ચોક્કસ લોકેશન જણાવો. કોમેન્ટ કરતી વખતે ઘણા લોકોએ લખ્યું – શું મુંબઈમાં ‘આપ’ કહેવાની પ્રથા ખતમ થઈ ગઈ છે? જે મહિલા કહી રહી છે કે ‘તારું હેલ્મેટ ક્યાં છે?’ અન્ય લોકોએ જોયું કે જે મહિલાએ પોલીસકર્મીને હેલ્મેટનું કહ્યું તેણે પોતે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. તેના પર એક યુઝરે લખ્યું- અરે દીદી, પહેલા તમારો સીટ બેલ્ટ પહેરો.

Niraj Patel