5 વર્ષ પછી બોયફ્રેન્ડને જોતા જ ઝૂમવા લાગી ઉઠી ગર્લફ્રેન્ડ, એરપોર્ટ પર જ એવો ક્યૂટ ડાન્સ કર્યો કે ખરેખર મજા આવી જશે
Girlfriend danced at the airport : દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો હોય છે જે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા હોય છે અને વર્ષો પછી મળતા હોય છે. પરંતુ જયારે તેઓ મળતા હોય છે ત્યારે તેમનો પ્રેમ પણ ઉભરાતો જોવા મળે છે. હાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને હવે તો આવી ઘટનાઓને લોકો પોતાના કેમેરામાં પણ કેદ કરે છે અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ તે વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક વિદેશથી પાછો આવે છે ત્યારે તેની પ્રેમિકા તેના માટે કઈ ખાસ કરે છે.
પ્રેમિકાએ એરપોર્ટ પર કર્યો ડાન્સ :
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક વિદેશથી પરત આવી રહ્યો છે. એરપોર્ટ પર તેના મિત્રો તેનું ગુલાબ આપીને સ્વાગત કરે છે, પરંતુ તેને ખબર નથી હોતી કે તેની ગર્લફ્રેન્ડ પણ તેને મળવા માટે ત્યાં આવી છે. યુવક થોડો આગળ જાય છે કે અચાનક તેની પ્રેમિકાને ઉભેલી જુએ છે અને પ્રેમિકા પણ તેના પ્રેમીને જોતા જ ડાન્સ કરવા લાગી જાય છે.
5 વર્ષ પછી મળ્યા બંને :
પ્રેમિકાની ખુશીનો કોઈ પાર નથી રહ્યો અને તે પોતાના બોયફ્રેન્ડનું સ્વાગત કરવા એરપોર્ટ પર જ ડાન્સ કરવા લાગી. વીડિયો અનુસાર ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને 5 વર્ષ પછી જોઈ રહી છે. આવી સ્થિતિમાં બોયફ્રેન્ડને જોઈને ગર્લફ્રેન્ડ ખુશીથી ઉછળી પડી. પ્રેમિકાની ખુશીનો અંદાજ વીડિયોમાં તેના અભિવ્યક્તિને જોઈને લગાવી શકાય છે.
વીડિયોમાં દેખાઈ ખુશી :
નિક્કી શાહ નામના યુઝરે શેર કરેલી આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 5 વર્ષ સુધી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા બાદ તેનો બોયફ્રેન્ડ કેનેડામાં રહેવા આવ્યો હતો. આ દરમિયાન પોતાના એરપોર્ટ બોયફ્રેન્ડને આટલા વર્ષો પછી જોઈને તે ખુશીથી ઉછળી પડી અને ડાન્સ કરવા લાગી. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram