ઐશ્વર્યા રાય પર વિવાદિત નિવેદન આપ્યા બાદ હવે આ પાકિસ્તાની ખેલાડીની શાન આવી ઠેકાણે, માંગી માફી

ઐશ્વર્યા રાય પર વિવાદિત નિવેદન આપનારા અબ્દુલ રઝાકની શાન આવી ઠેકાણે, વીડિયો શેર કરીને માંગી માફી, વાંચો આખી મેટર

Abdul Razak apologized : હાલ વર્લ્ડ કપનો માહોલ ચાલી રહ્યો છે અને ભારત ગઈ કાલે ન્યુઝીલેન્ડને સેમિફાનલ મેચમાં હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. ત્યારે સોશિયલ મીડિયાથી લઈને ચા કે પાનના ગલ્લાઓ પર બસ ક્રિકેટની જ વાતો ચાલે છે. આ વર્લ્ડકપમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થઇ ગઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાની રીતે ટીમની ટીકા કરી રહ્યા છે. અબ્દુલ રઝાક એવો જ એક ક્રિકેટર છે. આ ક્રિકેટરે ઐશ્વર્યા રાય પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ આજે તેણે માફી માંગી લીધી છે.

રઝાકની શાન આવી ઠેકાણે :

ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે મોટો વિવાદ સર્જ્યો હતો. તેણે વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની ટીમના પ્રદર્શનની ટીકા કરતા ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કર્યું હતું. રઝાકના નિવેદને સોશિયલ મીડિયા પર ભારે તોફાન મચાવ્યું હતું. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. હવે રઝાકે આ અંગે માફી માંગી છે. વિવાદ વધ્યા બાદ અબ્દુલ રઝાકે પોતાના નિવેદન માટે માફી માંગી છે.

વીડિયો જાહેર કરીને માંગી માફી :

રઝાકે વીડિયો જાહેર કરીને કહ્યું કે તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેણે વીડિયોમાં કહ્યું- ગઈકાલે અમે ક્રિકેટ કોચિંગ અને ઈરાદા વિશે વાત કરી રહ્યા હતા. મારી જીભ લપસી ગઈ અને મેં ભૂલથી ઐશ્વર્યા રાયનું નામ લીધું. હું અંગત રીતે તેની માફી માંગુ છું. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. પ્રેસ કોન્ફરન્સમાં અબ્દુલ રઝાક સાથે શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ પણ હાજર હતા.

ઐશ્વર્યા રાય પર કરી હતી ટિપ્પણી :

રઝાકે કહ્યું, ‘અહીં, હું તેમના (PCB)ના ઈરાદાનો ઉલ્લેખ કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને અમારા કેપ્ટન યુનિસ ખાનના સારા ઈરાદાની જાણ હતી. આનાથી મને શક્તિ અને આત્મવિશ્વાસ મળ્યો અને અલ્લાહની મદદથી હું પાકિસ્તાની ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. રઝાકે આગળ કહ્યું- મારા મતે, અમારો ખરેખર ખેલાડીઓને સુધારવા અને પ્રોત્સાહન આપવાનો કોઈ ઈરાદો નથી. જો તમને એમ લાગતું હોય કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી એક સદ્ગુણી સંતાન પ્રાપ્ત કરીશ તો આવું ક્યારેય ન થઈ શકે. આથી તમારે પહેલા તમારા ઇરાદાઓ બરાબર નક્કી કરવા પડશે.”

Niraj Patel