ન્યુયોર્કના ટાઈમ સ્કવેર પર હરે કૃષ્ણા, હરે રામાની ધૂન પર ઝૂમી રહ્યા હતા ભક્તો, ત્યારે જ ત્યાં આવી ગયો સ્પાઇડરમેન… અને પછી જે થયું એ જુઓ વીડિયોમાં

હરે રામા… હરે કૃષ્ણા… પર સ્પાઈડર મેને જમાવી દીધો રંગ, ન્યુયોર્કનું ટાઈમ સ્કવેર રંગાયું ભક્તિના રંગમાં, જુઓ વીડિયો

Spider Man Dance With Devotees : હિન્દૂ ધર્મનો રંગ ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલો છે અને હિન્દૂ દેવી દેવતાઓના ભજનો પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠતા હોય છે. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પણ જોયા હશે. ત્યારે હાલ એક એવો જ મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો છે, જેને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જોઈ રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરના આ વીડિયોમાં ભારતીય સનાતન ભક્તોના ભજનો પર સ્પાઈડર મેન ઝૂમતો જોવા મળ્યો હતો.

હરે કૃષ્ણા હરે રામ પર ઝૂમી રહ્યા હતા ભક્તો :

એ જ સ્પાઈડરમેન જે ભારતમાં બાળકોનું પ્રિય પાત્ર છે, જેના હાથમાંથી કરોળિયાના જાળા કાઢીને અને ન્યુયોર્ક સિટીના રસ્તાઓ પર અહીં-ત્યાં લટકતા જોઈને બાળકો ખૂબ જ ખુશ થાય છે. વાયરલ વીડિયોમાં આ જ સ્પાઈડરમેન કીર્તનના સંગીત પર પૂરા જોશ સાથે ડાન્સ કરતો જોવા મળે છે.  વાયરલ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર @atl_sankirtan નામના યુઝરે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે  “ન્યૂયોર્ક સિટી ટાઈમ્સ સ્ક્વેરમાં એટલાન્ટા સંકીર્તન ભક્તોના મહા હરિનામમાં જ્યારે તે પહોંચ્યો ત્યારે સ્પાઈડર મેનને ખૂબ મજા પડી.”

સ્પાઈડર મેને જમાવી દીધો માહોલ :

8 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પરંપરાગત ભારતીય ધોતી-કુર્તા પોશાકમાં સજ્જ સંકીર્તન મંડળમાં સામેલ ભક્તો ઢોલ-નગારા અને મંજીરો પર મહા હરિનામ ગાતા ભગવાનના નામની ભક્તિમાં નૃત્ય કરી રહ્યા છે. આ દરમિયાન સ્પાઈડર મેનનો પોશાક પહેરેલો એક વ્યક્તિ અચાનક તેમની વચ્ચે પહોંચી જાય છે અને જોરશોરથી ડાન્સ કરવા લાગે છે. ભક્તો સ્પાઈડરમેન સાથે ડાન્સ કરતા અને ખૂબ જ મસ્તી કરતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ATL Sankirtan (@atl_sankirtan)


લાખો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયોને અત્યાર સુધી 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે સેંકડો લોકોએ આ અંગે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- સ્પાઈડરમેન હવે સાચા રસ્તે છે, હરે કૃષ્ણ. બીજાએ લખ્યું – ગ્લોરી ટુ ગોડ સ્પાઈડરમેન. ત્રીજાએ લખ્યું- સ્પાઈડરમેનનું ઘર વાપસી. ચોથા વપરાશકર્તાએ રમુજી રીતે લખ્યું અને ટિપ્પણી કરી – સ્પાઈડરમેન, હોમ કમિંગ, પીટર પ્રભુ જય. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો પોતાના પ્રિતભાવ આપી રહ્યા છે.

Niraj Patel