રસ્તા પર સ્કૂટી પર ફરતા જોવા મળ્યા વિરાટ કોહલી અને શિખર ધવનના હમશકલ- વાયરલ થયો વીડિયો
IPL દરમિયાન ભારતીય સ્ટાર ખેલાડીઓના હમશકલના ઘણા વીડિયો સામે આવતા હોય છે. કેટલાક હમશકલ મેદાન પર ચાહકો સાથે તસવીરો ક્લિક કરાવતા જોવા મળે છે જ્યારે કેટલાક સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ વિરાટ કોહલી અને શિખર ધવનના હમશકલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ રસ્તા પર સ્કૂટી ચલાવતા જોવા મળે છે.
ટ્રાફિક જામ વચ્ચે બનેલા આ વીડિયોમાં ડ્રાઈવિંગ સીટ પર વિરાટ કોહલીનો હમશકલ જ્યારે પાછળ શિખર ધવનનો હમશકલ બેઠેલો જોવા મળી સહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હમશકલના હરકત જોઈ આસપાસના લોકો પણ હસી રહ્યા છે.
જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને શિખર ધવન હાલમાં IPL 2024માં ક્રમશઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા છે. વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. કિંગ કોહલીએ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં 63.17ની એવરેજથી 379 રન બનાવ્યા છે. IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે ટોચ પર છે.
શિખર ધવન હાલ ઈજાના કારણે ટીમની બહાર છે. તેના સ્થાને સેમ કરન પંજાબ કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. RCB 8 માંથી 7 મેચ હાર્યા બાદ 10મા સ્થાને છે, પંજાબ 8 માંથી 6 મેચ હાર્યા બાદ 9મા સ્થાને છે. બંને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે.
Kohli ji and Shikhar Dhawan points table mein bhi sath mein aur yaha bhi pic.twitter.com/FL5kNResc2
— Desi Bhayo (@desi_bhayo88) April 24, 2024