જુગાડ તો જુઓ સાહેબ ! આ ભાઈએ દેશી માટલાની અંદર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવી દીધું ઓટોમેટિક માટલું, લોકોએ કરી સલામ… જુઓ

વાહ ભાઈ વાહ ! દેશી જુગાડની મદદથી માટલાને પણ બનાવી દીધું ઓટોમેટિક, પ્રતિભા જોઈને તો સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

Automatic Matka Going Viral : આપણા દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી. આના દાખલા સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. ઘણી વખત લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને એવો જુગાડ કરે છે કે જોનાર માત્ર જોતો જ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઓટોમેટીક મટકા જોઈને તમને નવાઈ લાગશે.

ઉનાળામાં લોકો માટીના વાસણનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી માટલામાંથી પાણી કાઢવાની છે. વાસણમાંથી પાણી કાઢો કે વાસણમાં નળ હોય તો તે બગડી જવાની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં હવે એક વ્યક્તિએ ઉપાય લઈને ઓટોમેટિક માટલું બનાવી દીધું છે, જે વાયરલ  વાયરલ થઇ રહ્યું છે.

ક્લિપમાં તમે જોશો કે માટલામાં એક પાઇપ જોડાયેલ છે અને એક મોટર છે. આ વાસણની ખાસિયત એ છે કે તમે ગ્લાસને પાઈપ પાસે લઇ જાવ અને પાણી જાતે જ ભરાઈ જશે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ દંગ રહી ગયા છે. તેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે તેમાં વપરાતી સામગ્રી મટકા કરતા મોંઘી છે.

 

View this post on Instagram

 

A post shared by Mignato Services (@mignatoservices)


બીજાએ લખ્યું છે – આટલા ટાઈમમાં મેં તેને બહાર કાઢીને પી અને ચાલ્યો ગયો હોત. ઘણા યુઝર્સે એમ પણ લખ્યું છે કે જો તે ઓટોમેટિક છે તો પછી સ્વિચ ઓન અને ઓફ કરવાનો અવાજ કેમ આવે છે. જો કે, મોટાભાગના યુઝર્સને આ જુગાડ ઘણો પસંદ આવ્યો છે. અન્ય ઘણા લોકો આ વીડિયોને લઈને પોતાના પ્રતિભાવ આપતા જોવા મળે છે.

Niraj Patel