વડોદરા : દાઉદ ઇબ્રાહિમ – 41 વર્ષ જૂના કેસમાં ચૂકાદો: ૧૯૮૩ના કેસમાં દાઉદ ઈબ્રાહિમને.. જાણો વિગત

દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી અને જેણે અમેરિકાએ આતંકવાદી તરીકે જાહેર કર્યો છે તે કુખ્યાત દાઉદ ઈબ્રાહિમને લઇને એક ખબર સામે આવી રહી છે. દાઉદ વર્ષ 1993ના કેસમાં નિર્દોષ જાહેર થયો છે. વડોદરાની નીચલી અદાલતે દાઉદને 41 વર્ષ બાદ ફાયરિંગ કેસમાં 8 ડિસેમ્બર 2023ના રોજ નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. આટલો મોટો કેસ હોવા છતાં સામાન્ય ગુનેગારની જેમ નિકાલ કરાયેલા આ મામલાને લઈને હવે શહેરના જાગૃત નાગરિકે ગૃહ વિભાગ, કાયદા વિભાગ, પ્રોસિક્યુશન વિભાગ અને શહેર પોલીસને ફેરતપાસ કરવા માગ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 11 જૂન 1983ના રોજ મકરપુરા પોલીસમથકની હદમાં જામ્બુઆ જીઈબી સબ-સ્ટેશન પાસેથી પસાર થતી હોન્ડા કારમાં પરવાના વગરની રિવોલ્વરથી હાજી હાજી ઈસ્માઈલથી આકસ્મિક ગોળી છૂટી હતી અને ખુદ હાજી ઈસ્માઈલને ડાબા હાથ પર અને દાઉદને ગળાના ભાગે ઈજા થઈ હતી. આ પછી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયા હતા.

આ બાબતની જાણ થતાં મકરપુરા પોલીસમથકમાં કારમાં સવાર 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી હાજી ઈસ્માઈલ સુબણિયા, અલી અબ્દુલા અંતુલે, ઇબ્રાહિમ મહંમદભાઇનો સમાવેશ થાય છે. ચારેય વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25-1 તથા બીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો.

આ કેસના ફરિયાદી તે સમયના મકરપુરા પોલીસમથકના પીઆઈ જી.સી. ઝાલા હતા. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી ન હતી. ત્યારે તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું. આ મામલે એડિશનલ સિવિલ જજ એસ.ડી.કાપડિયાએ હુકમ કર્યો હતો.

Shah Jina