માણસે કર્યું ઝેરીલા કિંગ કોબ્રાને ચુંબન, વીડિયો જોઈને ધ્રુજવા લાગ્યા લોકોના હાથ પગ
Man Kiss King Cobra Shocking Video : સોશિયલ મીડ્યમ રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જે આપણા પણ રૂંવાડા ઉભા કરી દે. તો કેટલાક લોકો ફેમસ થવાના ચક્કરમાં જ ઘણીવાર એવા એવા કાંડ કરી બેસતા હોય છે કે લોકો એ જોઈને પણ ગભરાઈ જાય છે. હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ખતરનાક કિંગ કોબ્રાને ચુંબન કરતો જોવા મળે છે.
કિંગ કોબ્રાને કરી કિસ :
આ વીડિયોમાં એક વ્યક્તિ ખતરનાક કિંગ કોબ્રાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ ધીમે ધીમે સાપને કિસ કરવા તેની પાસે જાય છે અને થોડીવાર પછી તેને કિસ કરે છે. નવાઈની વાત એ છે કે આના પર પણ સાપની કોઈ પ્રતિક્રિયા વીડિયોમાં જોવા મળતી નથી. તે કોબ્રાને લાંબા સમય સુધી ચુંબન કરે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @snake_lover_narasimha નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
લાખો લોકોએ જોયો વીડિયો :
આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને લાખો લોકો લાઈક પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ આના પર પ્રતિક્રિયા આપી છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો ડર પણ વ્યક્ત કર્યો છે. અપલોડ થયા પછી, વિડિયોએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને તેને 163,000 થી વધુ લાઇક્સ મળી છે.
યુઝર્સે ગણાવ્યું ગાંડપણ :
એક યુઝરે કમેન્ટ કરી કે, ‘તમે મને દસ લાખ આપો તો પણ હું આવું નહીં કરીશ.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ કોઈ રીતે મોતને ચુંબન કરતાં ઓછું નથી.’ તે જ સમયે, આ હિંમતવાન કૃત્યએ દર્શકોમાં હલચલ મચાવી દીધી હતી. તેણે ચર્ચા પણ જગાવી છે, ઘણા લોકો તે વ્યક્તિની પ્રેરણા પર પ્રશ્નો ઉભા કરે છે. એક યુઝરે પૂછ્યું, “ભાઈ હજુ કેમ? તમે આ કેમ કરશો?” જ્યારે બીજાએ એ જ લાગણીનો પડઘો પાડતા કહ્યું, “આ ગાંડપણ લાગે છે, તમે આ કેમ કર્યું?”
View this post on Instagram