‘તુ તો ગુજરાતી બોલતો હોઇશને…’ PM મોદીએ બુમરાહને ડ્રેસિંગ રૂમમાં કહ્યુ એવું કે હસી પડ્યો બુમ બુમ બુમરાહ- જુઓ PMનો ખેલાડીઓ સાથેની વાતચીતનો વીડિયો

‘તમે લોકોએ સારી ક્રિકેટ રમી…’ PM મોદીએ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમની આવી રીતે વધારી હિંમત- જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

PM Modi in Team India Dressing Room: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમને હિંમત પણ આપી. ખેલાડીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે.

રોહિત-કોહલી-જાડેજા-શમી સહિત બધા ખેલાડીઓ સાથે કરી વાત

વડાપ્રધાને કોહલી અને રોહિતને કહ્યું, ‘તમે બધા 10-10 મેચ જીતીને આવ્યા છો, આવું થતું રહે છે, હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે. આવું થાય છે..” આ પછી, પીએમએ ટીમના કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી, “તમે લોકોએ સખત મહેનત કરી પરંતુ આવું થતું રહે છે. આ સાથે પીએમ મોદી જાડેજાને પણ મળ્યા અને તેની સાથે હાથ પણ મિલાવ્યો.

‘તુ તો ગુજરાતી બોલતો હોઇશને…’

આ દરમિયાન પીએમએ જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી અને કહ્યુ કે ઢીલો ના પડ. પીએમે મોહમ્મદ શમીને પણ ગળે લગાવ્યો અને કહ્યું કે તમે આ વખતે ખૂબ સારું કર્યું. વડાપ્રધાને શમીની પીઠ પણ થપથપાવી. આ સિવાય તેમણે બુમરાહ સાથે પણ વાત કરી અને કહ્યું કે તું તો ગુજરાતી બોલતો હોઇશ ને જેના જવાબમાં બુમરાહે કહ્યુ હા થોડું થોડુ…

PMએ વધારી ખેલાડીઓની હિંમત

વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આગળ કહ્યું, “આવું થતું રહે છે પરંતુ તમે લોકોએ સારું કામ કર્યું. એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો. તમે લોકો ફ્રી હોવ ત્યારે દિલ્હી આવો, આપણે બેસીને વાત કરીશું. મારા તરફથી આપ સૌને આમંત્રણ છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina