23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ, ટીમની કમાન સોંપવામાં આવી આ ધાકડ ખેલાડીને… જુઓ કોણ કોણ છે ટીમમાં

ના વિરાટ, ના રોહીત, ના હાર્દિક, ના શમી, ના બુમરાહ.. ઓસ્ટ્રેલિયા સામે ટી 20 સિરીઝમાં આ યુવા ખેલાડીઓ જીતનો પરચમ લહેરાવવા માટે ઉતરશે મેદાનમાં, સંજુ સેમસનને ના મળ્યું સ્થાન, જુઓ કેવી છે ટીમ ?

Indian team for T20 against Australia : વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ હવે 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ રમાશે. આ માટે BCCIએ સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમારને યુવા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 3 મેચમાં વાઈસ કેપ્ટન રહેશે. શ્રેયસ અય્યર બાકીની બે મેચ માટે વાઇસ કેપ્ટન તરીકે જોડાશે.  તો સિરીઝ માટે સંજુ સેમસનને ટીમમાં સ્થાન નથી મળ્યું. વિશ્વકપનો ભાગ બનેલા મોટાભાગના ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

સુર્યકુમાર યાદવ કપ્તાન :

33 વર્ષીય સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 53 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 46.02ની એવરેજ અને 172.7ની સ્ટ્રાઈક રેટથી 1841 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. ત્રીજી T20 ઇન્ટરનેશનલ ગુવાહાટીમાં, ચોથી રાયપુરમાં અને 3 ડિસેમ્બરે છેલ્લી અને પાંચમી T20 ઇન્ટરનેશનલ બેંગલુરુમાં રમાશે.

યુવા ખેલાડીઓ ટીમમાં સામેલ :

રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં રમી ચૂકેલા ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્માનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર સામેલ છે.

સંજુ સેમસનને ના મળ્યું સ્થાન :

સંજુ સેમસનને ફરી એકવાર ટીમમાં જગ્યા મળી નથી. ઈશાન કિશન અને જીતેશ શર્માને વિકેટ કીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ, સંજુ સેમસન આયર્લેન્ડ શ્રેણીમાં ટીમનો ભાગ હતો અને તેને એશિયા કપ માટે પ્રવાસી ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો.

 

Niraj Patel