હેઝલ કિચે બતાવી લાડલીની ઝલક, 4 મહિનાની થઇ યુવરાજ સિંહની ઓરા
Yuvraj Singh-Hazel Keech Daughter Photo: ભારતીય ક્રિકેટ ટીમમાં જ્યારે પણ સિક્સર કિંગનો ઉલ્લેખ થાય છે ત્યારે યુવરાજ સિંહનું નામ ચોક્કસ આવે છે. જેણે પોતાના બેટથી ઘણા મહાન બોલરોને શાંત કર્યા હતા. આજે ભલે તે ક્રિકેટના મેદાનથી દૂર છે, પરંતુ ચાહકોમાં તેનો દબદબો હજુ પણ જળવાઈ રહ્યો છે. આ વર્ષે યુવરાજ સિંહે બીજા બાળકનું સ્વાગત કર્યુ હતુ.
4 મહિનાની થઇ યુવરાજ સિંહની લાડલી
ત્યારે હવે યુવરાજની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચે પુત્રીની એક સુંદર તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હેઝલ કીચે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીકરીની એક ક્યુટ તસવીર શેર કરી છે, જેમાં તે બ્રાઉન સ્વેટશર્ટમાં જોવા મળે છે. યુવરાજ અને હેઝલની દીકરીનું નામ છે ઓરા.
હેઝલ કિચે બતાવી ઝલક
હેઝલ કીચે ઓરાના 4 મહિનાની થવા પર ફોટો શેર કર્યો અને લખ્યું કે તમે ચાર મહિનાના બાળક છો. મારા દિલમાં જે બચ્યું હતું તે ચોરી લીધું… યુવરાજ સિંહની દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને અત્યાર સુધીમાં આ તસવીરને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. યુવરાજ સિંહની મિત્ર અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સાગરિકા ઘાટગેએ પણ આ તસવીર પર કમેન્ટ કરી છે.
લોકો બોલ્યા- હૂબહૂ પપ્પાની કોપી
કેટલાક આ તસવીર જોઇ કહી રહ્યા છે કે ઓરા બિલકુલ તેના પિતા યુવરાજ સિંહ જેવી દેખાય છે. જણાવી દઈએ કે યુવરાજ સિંહ અને હેઝલ કીચે આ વર્ષે ઓગસ્ટમાં દીકરીને જન્મ આપ્યો હતો. યુવરાજે તેની પુત્રીનું નામ ઓરા રાખ્યું છે, જેનો અર્થ થાય છે ખાસ ગુણોવાળી. ઓરા પહેલા યુવરાજ અને હેઝલને ઓરિયન નામનો પુત્ર પણ છે.