એક વર્ષના થયા ઇશા અંબાણીના જુડવા બાળકો, નાના-નાની મુકેશ-નીતા અંબાણીએ હોસ્ટ કરી ગ્રેન્ડ પાર્ટી, બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

કેટરીના કૈફથી લઇને અનન્યા પાંડે અને શનાયા કપૂર સુધી, ઇશા અંબાણીના જુડવા બાળકોના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચ્યા આ સ્ટાર્સ- જુઓ તસવીરો

અંબાણી પરિવારમાં દરેક નાની-મોટી વસ્તુ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે, પછી તે તહેવાર હોય, કોર્પોરેટ ઈવેન્ટ હોય કે કોઈનો જન્મદિવસ. શનિવારે સાંજે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદના જુડવા બાળકોનો જન્મદિવસ હતો, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

આ ખાસ પ્રસંગે બોલિવૂડ અને ક્રિકેટ જગતના સેલેબ્સ પણ પહોંચ્યા હતા. જન્મદિવસ માટે એક ખાસ થીમ રાખવામાં આવી હતી, જે મુજબ દરેક વ્યક્તિ કેઝ્યુઅલ કપડામાં જોવા મળ્યા હતા. આ અવસર પર પહેલીવાર અંબાણી પરિવારે બાળકોનો પેપરાજી સાથે પરિચય કરાવ્યો.

આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઈશા અંબાણીના જુડવા બાળકોને પોતાના ખોળામાં લીધેલ જોવા મળ્યા હતા. બંને બાળકો ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. નીતા અંબાણીએ આ પ્રસંગે લવંડર ડ્રેસ પહેર્યો હતો, જ્યારે મુકેશ અંબાણી ચેક શર્ટમાં જોવા મળ્યા હતા. મુકેશ-નીતા અંબાણીએ ઇશાના બાળકો સાથે પેપરાજીને ફોટો માટે પોઝ પણ આપ્યો.

આ સેલિબ્રેશનમાં કરણ જોહર તેના બાળકો સાથે, સલમાન ખાનની બહેન અર્પિતા તેના બાળકો સાથે જ્યારે કેટરિના કૈફ, ઓરી, કિયારા, અનન્યા, રાશા, કૃતિ સેનનની બહેન અભિનેત્રી નુપુર સેનન, આદિત્ય રોય કપૂર, શનાયા કપૂર સહિત અનેક ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ તેના પરિવાર સાથે આ સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો.

જણાવી દઈએ કે, ઈશા અંબાણીના બાળકો એક વર્ષના થઈ ગયા છે. આ તેમનો પ્રથમ જન્મદિવસ હતો. 18 નવેમ્બર 2022ના રોજ ઈશા અંબાણીએ જોડિયા બાળકોનું સ્વાગત કર્યુ હતુ. ઈશા હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પરિવારમાં બાળકોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina