ટીમ ઇન્ડિયાની બસ નીકળતી હતી ત્યારે જ એક વ્યક્તિ બનાવવા લાગ્યો વીડિયો, કપ્તાન રોહિત શર્મા કેમ બોલવા લાગ્યો ગાળો ? જુઓ વીડિયો

શું રોહિત શર્માએ ખરેખર ફેનને ગાળો આપી? જુઓ Viral Video

Rohit Sharma Hilarious Reaction :ભારત વર્ષ 2023ના વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી ગયું છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે, દરેક વ્યક્તિ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, તેમજ ફાઇનલમાં જીત માટે પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ટીમ ઇન્ડિયાના ઘણા બધા વીડિયો વાયરલ થતા પણ જોવા મળી રહ્યા છે. હવે દેશવાસીઓ 19 નવેમ્બરની રાહ જોઈ રહ્યા છે, જે દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ યોજાશે.

ટીમ ઇન્ડિયાની બસ આગળ કેમેરામેન બનાવી રહ્યો હતો વીડિયો :

ટીમ ઇન્ડિયા ગઈકાલે જ અમદાવાદ આવી પહોંચી હતી. તેમના મુંબઈથી લઈને અમદાવાદ આવવા સુધીના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક એવો વીડિયો પણ સામે આવ્યો છે જેને લઈને ચર્ચાનો માહોલ ગરમ થતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાની બસ પ્રસ્થાન કરી રહી છે અને એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે. વિરાટ કોહલી પહેલી સીટ પર જોવા મળે છે.

રોહિત શર્માએ બોલી ગાળ :

વિરાટ કોહલી આ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. બસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અન્ય ખેલાડીઓ પણ ફ્રેમમાં આવે છે. આ દરમિયાન શ્રેયસ અય્યર જે બારી પાસે બેઠો છે, ત્યાં કેમેરો આવે છે અને શ્રેયસની બાજુમાં જ ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રોહિત શર્મા કેમેરામેનને જોઈને કઈ કહેતો હોય તેવું દેખાઈ રહ્યું છે, જો કે બસના ગ્લાસ બંધ હોવાના કારણે રોહિત શું કહી રહ્યો છે તે સમજમાં નથી આવી રહ્યું. પરંતુ શ્રેયસ તેની વાત પર હસવા લાગે છે.

ચાહકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ :

ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકો રોહિત શર્મા જે બોલતો હતો તે વાતને ડિકોડ કરતા જોવા મળી રહ્યા છે. કોઈ એમ કહી રહ્યું છે કે રોહિત શર્મા મસ્તીના મૂડમાં છે, તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે રોહિત શર્મા કેમેરામેનને ગાળ બોલી રહ્યો છે, તો કોઈએ એમ પણ કહ્યું કે વીડિયોના અંતમાં રોહિતે બેન સ્ટોકનું નામ લીધું. આ વીડિયોને રોહિત જુગલાન નામના યુઝર્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel