ગામડાના આ વરરાજાને પહેરાવવામાં આવી લાખો રૂપિયાની 500-500ની નોટો વાળી માળા, ધાબા પર ઉભા ઉભા જમીન પર પણ ફેલાયેલી જોઈને સૌ કોઈ રહી ગયા હેરાન… જુઓ
Groom Currency Note Garland : દિવાળી બાદ હવે થોડા જ દિવસમાં દેવ ઉઠી એકદાશી બાદ લગ્નની સીઝન પણ શરૂ થઇ જશે અને સોશિયલ મીડિયામાં લગ્નને લઈને વીડિયો અને તસવીરો પણ વાયરલ થવા લાગશે. લગ્નને લઈને ઘણીવાર એવા એવા વીડિયો સામે આવે છે કે તેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય. હાલ એક એવા જ વરરાજાનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વરરાજાએ 500-500ની ચલણી નોટોની એટલી મોટી માળા પહેરી છે કે જોઈને સૌ કોઈ હક્કાબક્કા રહી ગયા.
500-500ની નોટની માળા પહેરી વરરાજાએ :
આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતમાં વરને ચલણી નોટોનો માળા આપવામાં આવે છે, જે 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટોથી બનેલી હોય છે. ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિએ નોટોની એટલી મોટી માળા બનાવીને પહેરી લીધી કે જોનારા અચંબામાં પડી ગયા! સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ માળા 10-50 રૂપિયાની નોટની નથી પરંતુ 500 રૂપિયાની નોટની છે.
1 કરોડથી વધુ લોકોએ જોયો વીડિયો :
આ ચોંકાવનારો વીડિયો @dilshadkhan_kureshipur દ્વારા 13 નવેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં તેણે લખ્યું- વીસ લાખની કિંમતની માળા. આ વીડિયોને અત્યાર સુધી 1 કરોડથી વધુ વ્યુઝ અને 3 લાખ 34 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. જ્યારે દોઢ હજારથી વધુ યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. ઘણા વપરાશકર્તાઓએ લખ્યું – આ માત્ર એક શો છે. અન્ય લોકોએ માળા પહેરેલા માણસને પહેલા ઘર બાંધવાની સલાહ આપી.
View this post on Instagram
લોકો આપી આ સલાહો :
કેટલાક લોકો દિવાલોને પ્લાસ્ટર પણ કરાવવાની સલાહ આપી. વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો જમીન પર અને કેટલાક ટેરેસ પર ઉભા છે. વરરાજા પણ ટેરેસ પર હાજર છે. તેના ગળામાં ચલણી નોટોની એટલી લાંબી માળા છે કે તે જમીનને સ્પર્શી રહી છે. અને હા, આ માળા 10-50 રૂપિયાની નોટોની નથી પણ 500 રૂપિયાની નોટોની છે. આ જ કારણ છે કે આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવાઈ રહ્યો છે.