આ તે કેવો શોખ ? આ ભાઈએ રેલવે ટ્રેક પર સાપની ઢગલાબંધ ગોળીઓ કાઢીને સળગાવી, વીડિયો થયો વાયરલ, જુઓ

દિવાળીના તહેવાર પર ભાન ભૂલ્યા કન્ટેન્ટ ક્રિએટરો, નિયમોને નેવે મૂકીને રેલવે ટ્રેક પર જ ફોડ્યા ફટાકડા, લોકોએ કહ્યું, આવા લોકોને સજા મળવી જોઈએ.. જુઓ વીડિયો

Firecrackers burst on the railway tracks : દિવાળી તહેવારને લઈને દરેક વ્યક્તિ ખુબ જ ઉત્સાહિત હોય છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિ નવા કપડાં લેવાથી લઈને ફટાકડા સુધીની ખરીદી પણ કરતા હોય છે. ત્યારે કેટલાક યુટ્યૂબરો દ્વારા દિવાળીની આતીશબાજી કરતા વીડિયો પણ બનાવવામાં આવે છે, ઘણીવાર કેટલાક ક્રિએટરો વીડિયો બનાવવાના ચક્કરમાં કાયદાનું ઉલ્લઘન પણ કરતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભાઈ રેલવે ટ્રેક પર સાપની ગોળીઓ સળગાવે છે.

રેલવે ટ્રેક પર સળગાવી સાપની ગોળીઓ :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાપની ગોળીઓ સળગાવવાની થોડી જ સેકન્ડોમાં ચારેબાજુ ધુમાડો દેખાવા લાગે છે. આ ધુમાડો માત્ર કાળો છે અને તે પસાર થતી ટ્રેનની નજીક પહોંચે છે. આ ધુમાડો ખૂબ જાડો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ફૂલેરા-અજમેર સેક્શન પર દંત્રા સ્ટેશન પાસે શૂટ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોને ‘Trains of India’ દ્વારા કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો,

ફેલાયો જોરદાર ધુમાડો :

કેપશનમાં લખ્યું હતું કે “YouTuber રેલ્વે ટ્રેક પર ફટાકડા ફોડી રહ્યો છે! આવી ક્રિયાઓ આગ જેવી ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે, કૃપા કરીને આવા તોફાની તત્વો સામે જરૂરી પગલાં લો.” પગલાં લો.” આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ લોકોએ તરત જ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ યુટ્યુબરની તેની બેદરકારીભરી ક્રિયાઓ માટે ટીકા પણ કરી હતી.

લોકોએ કરી સજાની માંગણી :

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આવી કાર્યવાહીના ગંભીર પરિણામો આવી શકે છે.’ કેટલાક લોકો એવા પણ હતા જેમણે કડક સજાની માંગ કરી હતી અને રેલવેને વહેલી તકે પગલાં લેવા જણાવ્યું હતું. વિડિયોની નોંધ લેતા, ઉત્તર પશ્ચિમ રેલ્વેએ ડિવિઝનલ રેલ્વે મેનેજર, જયપુર અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને આ બાબતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ આરપીએફ વીડિયોની તપાસ કરી રહી છે.

Niraj Patel