આ ભાઈ ખરેખર ક્રેઝી છે, જમીન પર બિછાવી દીધા 5-10 નહિ પરંતુ 1000 રોકેટ અને પછી લગાવી આગ, એવો નજારો સર્જાયો કે… જુઓ વીડિયો

દિવાળી પહેલા જ આ ભાઈએ બતાવ્યો આકાશી નજારો, જમીન પર 1000થી પણ વધારે રોકેટ મૂકીને સળગાવ્યા, નજારો જોઈને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

1000 Rockets Diwali Dhamaka ” દિવાળીનો તહેવાર ઘણી બધી ખુશીઓ લઈને આવે છે, સાથે જ આ તહેવાર પર લોકો મનભરીને ફટાકડા પણ ફોડતા હોય છે. બજારની અંદર દર વર્ષે અલગ અલગ પ્રકારના ફટાકડા આવતા હોય છે અને નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તેની મજા માણતા હોય છે. ત્યારે દિવાળીમાં રોકેટ ફોડવાની પણ એક અલગ જ મઝા હોય છે. હાલ રોકેટ ફોડવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુટ્યુબર એકસાથે જ 1000 જેટલા રોકેટ ફોડે છે.

1000થી વધુ રોકેટ છોડ્યા :

રાજસ્થાનના અમિત શર્મા પ્રખ્યાત યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલના 28 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે પોતાની ચેનલ પર અનોખા અને પડકારજનક વીડિયો શેર કરતો રહે છે. દિવાળી આવવાની છે, તેથી તેણે દિવાળીના ફટાકડાનો આશ્ચર્યજનક પ્રયોગ કર્યો છે. આમાં તેણે એક સાથે એક હજારથી વધુ રોકેટ છોડતા બતાવ્યા. પરંતુ રોકેટ આકાશ તરફ નહીં પરંતુ જમીન પર છોડવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ એક જગ્યાએ રખાયેલા રોકેટ અહીં-તહીં ઉડવા લાગ્યા અને વિખરાઈ ગયા. તે જોવા જેવું દૃશ્ય હતું.

લાખો લોકોએ જોયો વીડિયો :

તમને જણાવી દઈએ કે અમિત શર્માના આ વીડિયોને યુટ્યુબ પર 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે. જોકે અમિતે દર્શકોને આવા સ્ટંટ ન કરવા અપીલ કરી છે. કારણ કે, રોકેટ છોડવા માટે સાવચેતી રાખવામાં આવી હતી. આ પ્રયોગ રાત્રે અને નિર્જન વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, પહેલા અમિતે બતાવ્યું કે તે કેવી રીતે 200 રોકેટને જમીન પર મૂકીને લોન્ચ કરશે. મદદ કરવા માટે તેની સાથે ઘણા લોકો હતા.

અદભુત હતો નજારો :

અમિતે પેકેટમાંથી દિવાળીમાં ઉપયોગમાં લેવાતા સેંકડો રોકેટો કાઢીને જમીન પર ગોઠવી દીધા. પછી અંધારું થતાં જ તેમને આગ ચાંપી દેવામાં આવી. આગ લાગતાની સાથે જ રોકેટ ફૂટવા લાગ્યા. કેટલાક રોકેટ જમણે જાય છે અને કેટલાક ડાબે. કેટલાક તો ઉપર તરફ પણ ગયા. ચારે બાજુ રોશની દેખાતી હતી. દૃશ્ય રોમાંચક હતું. આ પછી એક હજાર રોકેટ છોડવાનો વારો આવ્યો. અમિત અને તેની ટીમે તીરના આકારમાં એક પછી એક સેંકડો રોકેટ જમીન પર મૂક્યા.

આકાશ રંગાઈ ગયું રંગબેરંગી રોશનીથી :

કેટલાકની ટોચ ઉપરની તરફ મૂકવામાં આવી હતી. બાકીના બધા જમીન પર હતા. મતલબ કે આગ શરૂ થતાંની સાથે જ જમીન અને આકાશ બંને પર રોકેટ જોવા મળવાના હતા. બરાબર એવું જ થયું. રિમોટથી રોકેટ છોડતાની સાથે જ બૂમાબૂમનો જોરદાર અવાજ આવવા લાગ્યો. અંધકારમાં પણ તેજસ્વી પ્રકાશ ફેલાયો. જેમ જેમ આગ શરૂ થઈ અને રોકેટ લોન્ચ થયા, જમીન અને આકાશ રંગબેરંગી રોશનીથી રંગાઈ ગયા. રોકેટ લાંબા સમય સુધી વિસ્ફોટ કરવાનું ચાલુ રાખ્યું, જેના એરિયલ શોટ પણ ડ્રોનથી લેવામાં આવ્યા. પહેલી નજરે એવું લાગતું હતું કે જાણે કોઈ એનિમેશન ફિલ્મ બની રહી હોય. ચારેબાજુ રોકેટ ફૂટી રહ્યા હતા. જ્યારે ધીમી ગતિમાં જોવામાં આવે ત્યારે આ દૃશ્ય વધુ સુંદર લાગતું હતું. અંતે જમીન પર માત્ર બળી ગયેલા રોકેટ જ મળ્યા.

Niraj Patel