વાહ પૈસા હોય તો શું ન થાય, મોજે મોજ….અધધધ કિંમતનો આઉટફિટ પહેરી ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે સેમિફાઇનલ જોવા પહોંચી અનુષ્કા શર્મા
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Anushka Sharma Dress Price: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિફાઇનલ દરમિયાન દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન અનુષ્કાનો વિરાટને તેની 50 ODI સદી પૂરી કરવા પર તેને ફ્લાઈંગ કિસ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો.
ઇન્ડિયા-ન્યુઝિલેન્ડ સેમિફાઇનલમાં અનુષ્કા શર્માએ પહેર્યો હતો કો-ઓર્ડ સૂટ
જો કે, આ સિવાય મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહેલી વિરાટની પત્ની અનુષ્કાની ફેશન સેન્સને લોકોએ ખૂબ પસંદ કરી હતી. મેચ દરમિયાન અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે ટીમ ઈન્ડિયા માટે ચીયર કરી રહી હતી.
કિંમત જાણી રહી જશો હેરાન
જ્યારે વિરાટ પીચ પર હતો ત્યારે આ કપલે ઘણી સુંદર ક્ષણો શેર કરી હતી. અનુષ્કાનો સ્ટાઈલિશ ડ્રેસ પણ અદ્ભુત હતો. અભિનેત્રીએ આરામદાયક ઓવરસાઈઝ શર્ટ અને મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા. આ વ્હાઇટ બેઝ શર્ટમાં ગ્રીન ફ્લોરલ પ્રિન્ટ હતી. આ દરમિયાન અનુષ્કાએ ચંકી ગોલ્ડન કલરની બ્રેસ લેસ અને સ્ટાઇલિશ હૂપ્સ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખવાની સાથે સાથે રાઉન્ડ સનગ્લાસ પણ કેરી કર્યા હતા.
ઓવરસાઈઝ શર્ટની કિંમત રૂ. 19,500
સેમિફાઇનલ મેચ દરમિયાન અનુષ્કાએ જે ફ્લોરલ પ્રિન્ટ ઓવરસાઈઝ શર્ટ પહેર્યો હતો તેની કિંમત રૂ. 19,500 છે. જો તમે કો-ઓર્ડ સેટ ખરીદવા માંગતા હોવ જેમાં મેચિંગ શોર્ટ્સ સામેલ હોય તો આ માટે તમારે 27,500 રૂપિયા ચૂકવવા પડે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં