મિત્રની જાનમાં ઢોલ પર ખૂબ નાચ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા : કાળા ચશ્મા લુકમાં શેર કર્યો ફોટો, વાયરલ વીડિયોમાં મિત્રો સાથે એન્જોય કરતો જોવા મળ્યો
બેસ્ટફ્રેન્ડની જાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિખેર્યો જલવો, કાળા ચશ્મા પહેરી ખૂબ થિરક્યો એક્ટર
Sidharth Malhotra Dance Video: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાના મિત્રના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેતા તેના બેસ્ટફ્રેન્ડના લગ્નમાં સારો સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે. આ લગ્નના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે વાયરલ પણ થઈ રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ બેસ્ટ ફ્રેન્ડના લગ્નની જાનમાં કર્યો જોરદાર ડાંસ
એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સિદ્ધાર્થ બેસ્ટ ફ્રેન્ડના લગ્નની જાનમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણો વાયરલ થયો અને ચાહકોએ પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી. ચાહકોને અભિનેતાની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે ‘ખૂબ નાચો’ જ્યારે બીજા એક યુઝરે કહ્યું ‘આવે મિત્ર દરેકને મળવો જોઇએ.’
સિદ્ધાર્થનો ડેશિંગ લુક
લગ્નમાં હાજરી આપતા પહેલા સિદ્ધાર્થે કાળા ચશ્મા લુકમાં પોતાની તસવીરો શેર કરી હતી, જેના પર પણ ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. આ શેર કરતી વખતે, અભિનેતાએ એક રસપ્રદ કેપ્શન પણ લખ્યું. તેણે લખ્યું કે ઘણા સમય પછી કાળા ચશ્મા પહેર્યા છે…’સિદ સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર શાંતનુ-નિખિલના પ્રિન્ટેડ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. આ સાથે તેણે સુગંધા કેડિયાની પ્રિન્ટેડ પશ્મિના શાલ કેરી કરી હતી.
યોદ્ધામાં જોવા મળશે સિદ્ધાર્થ મલ્હોત્રા
અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સિદ્ધાર્થ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ યોદ્ધાને લઈને ચર્ચામાં છે. યોદ્ધા 15 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે દિશા પટની અને રાશિ ખન્ના લીડ રોલમાં જોવા મળશે.
View this post on Instagram