‘ના છૂપાવ્યુ વજન અને ના કરી શરમ’, કોણ છે Miss Universe 2023ની પ્લસ સાઇઝ મોડલ

કોણ છે આ પ્લસ સાઇઝ મોડલ ? નેપાળથી કનેક્શન, આનું ફિગર જોઈને મગજ કામ નહીં કરે

આ દિવસોમાં મિસ યુનિવર્સ 2023 પેજન્ટની ચર્ચા દરેક જગ્યાએ ચાલી રહી છે. જેન દીપિકા ગેરેટ નામની પ્લસ સાઈઝ મોડલ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. તાજેતરમાં, જેનને અલ સલ્વાડોરમાં મિસ યુનિવર્સ 2023 પેજન્ટના પ્રિલિમનરી રાઉન્ડમાં પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. તેને દર્શકોનો પણ ઘણો સપોર્ટ મળ્યો.

જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે મિસ નેપાળ પણ રહી ચૂકી છે. જેન આ ફેમસ કોમ્પિટિશનમાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ છે. આ સાથે તેણે શરીરના કદ, શરીરની સકારાત્મકતા અને સ્વીકાર્યતા સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.

મિસ યુનિવર્સ 2023ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતુ અને આ દરમિયાન જેનનો આત્મવિશ્વાસ અને તેની શૈલી જોવાલાયક હતી. જેન સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાઇ ગઇ છે. તેણે ડિઝાઇનર રુબિન સિંગર દ્વારા બનાવેલ સુંદર સ્વિમસૂટ પહેરીને રેમ્પ વોક પણ કર્યું હતું અને આ દરમિયાન તેની બોડીને ફ્લોન્ટ કરી હતી. જેન દીપિકા ગેરેટ નેપાળની એક મોડલ છે.

મોડેલિંગની સાથે તે નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે પણ કામ કરે છે. તે હાલમાં 22 વર્ષની છે અને નેપાળના કાઠમંડુની રહેવાસી છે. તેનો જન્મ અમેરિકામાં થયો હતો અને આ પહેલા તે વોશિંગ્ટન ડીસીમાં રહેતી હતી. તેણે નર્સિંગનો અભ્યાસ કર્યો અને કાઠમંડુ, નેપાળમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તેણે એપ્રિલ 2018થી મે 2018 સુધી નેપાળમાં યંગ લાઇફ હેઠળ બાળકોને ટ્યુશન પણ શીખવ્યું છે.

જેન દીપિકા ગેરેટે 20 મોડલને હરાવીને મિસ નેપાળનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જેન દીપિકાએ જીત બાદ પોતાના વજનને લઈને મોટી વાત કહી. તેણે કહ્યું કે, ‘એક કર્વી વુમન જે બીજા ઘણા લોકોના બ્યુટી સ્ટાન્ડર્ડ્સમાં ફિટ નથી થતી, તેના રૂપમાં આજે બીજી કર્વી મહિલાઓને રિપ્રેઝન્ટ કરી રહી છું. જે મહિલાઓ વજનમાં વધારો અને હોર્મોનલ સમસ્યાઓથી પીડાય છે. હું માનું છું કે સુંદરતાનું કોઈ એક માપદંડ નથી હોતું, પણ દરેક સ્ત્રી પોતાની રીતે સુંદર હોય છે.’

 

View this post on Instagram

 

A post shared by Jane Garrett (@jadedipika_)

Shah Jina