ભીડ વચ્ચે અચાનક સલમાન પહોંચ્યો મહિલા પાસે અને કરી દીધી કિસ- વીડિયો થયો વાયરલ

સલમાન ખાને પબ્લિક વચ્ચે જ મહિલાને કિસ કરી લીધી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ દિવાળી પર રીલિઝ થઇ હતી. ફિલ્મને લઇને એક્ટર સતત ચર્ચામાં બનેલો હતો. ત્યારે હવે આ વચ્ચે તે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI 2023માં ભાગ લેવા ગોવા પહોચ્યો. ઇવેન્ટમાં સલમાન ખાનને જોઇ ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી. જો કે, આ વચ્ચે એક્ટર એક મહિલા પાસે ગયા અને અચાનક તેને કિસ કરી લીધી.

IFFI 2023થી એક્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ઘણો વાયરલ પણ થઇ રહ્યો છે. સલમાન ખાને 54માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગ્રેન્ડ એન્ટ્રી કરી. ઇવેન્ટમાં તે ભાણી અલિજેહ અગ્નિહોત્રી સાથે પહોચ્યો હતો. ફિલ્મ ફર્રે સાથે અલિજેહ અગ્નિહોત્રીએ બોલિવુડમાં ડેબ્યુ કર્યુ છે. રીલિઝ પહેલા ફિલ્મના પ્રિમીયર માટે IFFI 2023ના સ્ટેજને પસંદ કરવામાં આવ્યો. સલમાન તેની ભાણીનો હોંસલો વધારવા ફર્રેના પ્રીમિયરમાં પહોચ્યો હતો.

IFFI 2023માં એક્ટરની નજર ભીડ વચ્ચે એક મહિલા પર પડી અને તરત જ તે તેની પાસે પહોચ્યો અને સ્માઇલ સાથે મહિલાના માથા પર કિસ કરી. ઈવેન્ટમાં સલમાન ખાનની મસ્તી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સલમાન ખાને જે મહિલાને કિસ કરી હતી તે વરિષ્ઠ પત્રકાર અને અભિનેતાની સારી મિત્ર છે. આ વીડિયો સામે આવ્યા બાદ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. સલમાન ખાને ફર્રેટની ટીમ સાથે ઈવેન્ટમાં એન્ટ્રી કરી હતી.

ફિલ્મમાં અલીજેહ અગ્નિહોત્રીની સાથે પ્રસન્ના બિષ્ટ, સાહિલ મહેતા અને જેન શો પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. સલમાનની વાત કરીએ તો, તેની ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 300 કરોડથી વધારે કલેક્શન કર્યું છે. સલમાનની ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina