આ ટીવી એક્ટ્રેસને થયુ યોનીનું કેન્સર, જુઓ અત્યારે કેવી તબિયત છે

સર્વાઇકલ કેંસર સામે ઝઝૂમી રહી છે ‘પરિણીતિ’થી મશહૂર થયેલી ડોલી સોહી, પોસ્ટ શેર કરી ચાહકોને આપી જાણકારી

‘કુમકુમ ભાગ્ય’ ફેમ ડોલી સોહીએ કેંસર સામે જંગ જીતી લીધી છે. તે લાંબા સમયથી સર્વાઇકલ કેંસર સામે ઝઝૂમી રહી હતી. કેંસર સામે જંગ જીતવા દરમિયાન તેનો લુક તેજીથી બદલાઇ ગયો છે. તે ઓળખમાં પણ નથી આવી રહી. ડોલીએ ‘તુજ સંગ પ્રીત લગાઇ સજના’થી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. તે બાદ તેણે હિટલર દીદી, દેવો કે દેવ મહાદેવ, કલશ, કુમકુમ ભાગ્ય, સિંદુર કી કિંમત સહિત અનેક સીરિયલ્સમાં કામ કર્યુ.

કુમકુમ ભાગ્ય’ એક્ટ્રેસ ડોલી કેંસર સામે જીતી જંગ

આ દિવસોમાં તે ‘ઝનક’માં જોવા મળી રહી છે. ડોલી 48 વર્ષની છે અને આ ઉંમરે કેંસર સામે જંગ જીતવા પર તે ઘણી ખુશ છે. ડોલી સોહીએ ઇન્સ્ટાગ્રામ પર એક બાલ્ડ લુકવાળી તસવીર શેર કરી અને લખ્યુ- તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, તમે લોકોએ મને આટલો બધો પ્રેમ મોકલ્યો, મારા માટે પ્રાર્થના કરી.

કહ્યુ- લાઇફ મારા માટે એક રોલર કોસ્ટર રાઇડની જેમ રહી

લાઇફ મારા માટે એક રોલર કોસ્ટર રાઇડની જેમ રહી, પણ જો તમારી પાસેથી લડવાની તાકાત છે તો જર્ની ઘણી સરળ થઇ જાય છે, જે મારી સાથે પણ થયુ. ડોલી સોહીએ પોતાની પોસ્ટમાં લખ્યુ- એ તમારા પર નિર્ભર કરે છે કે તમે શું પસંદ કરો છો, સફરનો શિકાર કે સફરથી બચી રહેવું. ડોલીએ કેંસર અને આનાથી જંગ લડવાને લઇને ઇટાઇમ્સ સાથે ખુલીને વાત કરી હતી.

6-7 મહિના પહેલા જ આ બીમારીની ખબર પડી

તેણે કહ્યુ હતુ કે શરૂઆતમાં તેને લક્ષણ દેખાયા હતા અને પછી ખબર પડી કે કેંસર છે. 6-7 મહિના પહેલા જ તેને આ બીમારીની ખબર પડી હતી. તેણે શરૂઆતમાં તો આને નજરઅંદાજ કર્યુ, પણ જ્યારે તેનાથી દર્દ સહન ન થયુ, ત્યારે તે ગાઇનોલોજિસ્ટ પાસે ગઇ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા. ડોલીએ જણાવ્યુ કે ટેસ્ટ બાદ તેને યુટરેસ નિકાળવાની સલાહ આપવામાં આવી,

ચાહકો અને કો-એક્ટર્સે કેંસર સામે જંગ જીતવા બદલ આપી શુભકામના

પણ પછીના ટેસ્ટમાં ખબર પડી કે તેને સર્વાઇકલ કેંસર છે, જે પછી તેની ટ્રિટમેન્ટ શરૂ થઇ. ડોલીની પોસ્ટ પર તેના ચાહકો અને કો-એક્ટર્સે કમેન્ટ કરી તેનો હાલ પણ પૂછ્યો અને સાથે જ તેને કેંસર સામે જંગ જીતવા બદલ શુભકામના પણ આપી અને તેનો હોંસલો વધાર્યો. આ દિવસોમાં ડોલી ‘ઝનક’ અને ‘પરિણીતિ’માં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ કહ્યું કે તે રેડિયેશનને કારણે નબળાઈ અનુભવી રહી છે અને તેના કારણે તેને કામ કરવામાં તકલીફ પડે છે. તેણીએ એમ પણ કહ્યું કે જ્યારે તે સ્વસ્થ થશે અને સારું અનુભવશે, ત્યારે તે ચોક્કસપણે કામ પર પાછા આવશે.

ડોલીએ સર્વાઇકલ કેન્સરને લીધે મોડેલ પૂનમ પાંડેના મૃત્યુના નકલી સમાચાર ફેલાવવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે પૂનમ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું- હું આ સમયે ખૂબ જ ભાવુક છું. પૂનમ પાંડે જેવા લોકોના કારણે હું ગમે ત્યારે રડી શકું છું.જેમણે સર્વાઇકલ કેન્સરને મજાક બનાવી દીધું છે. આ પ્રચાર કે પ્રચારનો સારો માર્ગ નથી. જે લોકો આનાથી લડી રહ્યા છે અને આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે તેને પચાવવું મુશ્કેલ છે. પૂનમના મૃત્યુના સમાચાર સાંભળીને હું હચમચી ગઈ હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina