અમદાવાદમાં રોહિત શર્માએ કરી ફેમીલી સાથે જમાવટ, પત્ની સાથે હેરિટેજ હોટલમાં ખાધી ગુજરાતી થાળી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ભારત સતત 10 મેચ જીતી અને સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી વર્લ્ડ કપની ફાઇનલમાં આવી ગયુ છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ઓક્ટોબરે એટલે કે આવતી કાલે રમાવાની છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમશે. ત્યારે આને લઇને બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે.

કેપ્ટન રોહિત શર્મા પત્ની સાથે પહોચ્યો અમદાવાદની હેરિટેજ હોટલમાં ડિનર કરવા

હાલમાં જ ગઇકાલે રાત્રે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા તેમની પત્ની રિતિકા સાથે ડિનર કરવા અમદાવાદની હેરિટેજ હોટલમાં પહોંચ્યા હતા. રોહિત અને રિતિકાએ અગાસિયા હોટલમાં ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો. લાલદરવાજામાં સીદી સૈયદની જાળી સામે આવેલ એમજી હાઉસની અગાસિયા હોટલ અમદાવાદની સૌથી ટ્રેડિશનલ રેસ્ટોરન્ટ તરીકે જાણીતી છે અને તે એક હેરિટેજ પ્રોપર્ટી પણ છે.

માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ

અહીંની ગુજરાતી થાળી ખૂબ જ ફેમસ છે. ત્યારે રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે ગઇકાલે રાત્રે હેરિટેજ હોટલમાં ડિનર કરવા પહોંચ્યો હતો. કેપ્ટને પત્ની સાથે અગાસિયા હોટલમાં રોટલા, કઢી અને ખીચડીનો સ્વાદ માણ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina