વર્લ્ડ કપની ફાઈનલ પહેલા બંને ટીમના કેપ્ટને અડાલજની વાવમાં ફરવા નીકળ્યા, ફોટોશૂટ પણ કર્યું

આવતી કાલે ભારત VS ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમવાની છે એવામાં બંને ટીમના કેપ્ટને અમદાવાદની અડાલજ વાવની મુલાકાત કરી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું.

બંને દેશની ટિમ કાલે રવિવારે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમશે ત્યારે આજે ફાઈનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કેપિટન પેટ કમિન્સે અમદાવાદમાં પ્રખ્યાત અડાલજ વાવની મુલાકાત લીધી હતી અને ત્યાં ફોટોશૂટ કરાવ્યું છે.

વધુમાં ભારતીય ટીમના ખેલાડીઓએ પણ અડાલજ વાવની મુલાકાત લીધી હતી. બંને ટીમના કેપ્ટન હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અડાલજની વાવમાં ક્રિકેટરોને જોતા જ ફેન્સની મોટી ભીડ પણ ઉમટી પડી હતી.

તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા ક્રિકેટ મેચમાં કાલે 48મી અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદીમાં રમાશે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી બધી જ ક્રિકેટ મેચમાં જીતીને ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ભારતની ટીમ વર્લ્ડ કપમાં જીતવા માટે પહેલાથી જ હોટ-ફેવરિટ છે.

કાલની મેચ માટે અત્યારથી જ લોકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અમદાવાદવાસીઓ પહેલેથી જ મેચ માટેની તૈયારીઓ કરીને રાખી છે. લોકો બે દિવસ પહેલાથી ટીશર્ટની ખરીદી કરી રહ્યાં છે ટેટુ કરાવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC