વર્લ્ડકપ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો થશે સામનો, પરંતુ ભારત કોની સામે ટકરાશે ? 3 માંથી કઈ ટીમ મારી શકે બાજી, જુઓ ?

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે સેમિફાઇનલનો મુકાબલો ? જાણો શું છે ચોથા નંબરનું ગણિત ? કોનો છે સૌથી વધુ ચાન્સ ?

Who will face India in the semi-finals : હાલ ક્રિકેટનો મહાસંગ્રામ વર્લ્ડકપ  ચાલી રહ્યો છે અને હવે થોડા જ દિવસોમાં ક્રિકેટનો સરતાજ કોણ છે તે પણ જાહેર થઇ જશે. આ મહાસંગ્રામમાં ભારતીય ક્રિકેટ ટીમ ટોપ પર છે જેને પોટનાઈ 8માંથી એક પણ મેચ નથી હારી અને સેમી ફાઇનલની સૌથી પહેલી ટિકિટ પોતાના નામ કરી. જેના બાદ સાઉથ આફ્રિકા પણ બીજા નંબરે આવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે. ગઈકાલે અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા પણ સેમિફાઇનલમાં આવી ગયું. જેના બાદ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમી ફાઇનલમાં એકબીજા સાથે ટકરાશે એ નક્કી થઇ ચૂક્યું છે.

ભારત સામે કોણ હશે સેમિફાઇનલમાં :

હવે ચોથા નંબરની ટીમ કોણ હશે તે જાણવાની દરેક દર્શકોમાં ઉત્સુકતા છે, આ સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રેસમાં છે અને જે ટીમ ચોથા નંબર પર હશે તેનો મુકાબલો ભારત સાથે થવાનો છે. ત્યારે ચાલો જોઈએ કોણ પહોંચી શકે છે સેમિફાઇનલમાં અને કેવું છે સેમિફાઇનલનું ગણિત. ચોથા ક્રમ માટે ત્રણ મુખ્ય દાવેદારો છે. પ્રથમ દાવેદાર ન્યુઝીલેન્ડની ટીમ છે. ન્યુઝીલેન્ડની ટીમના હાલમાં 8 પોઈન્ટ છે અને જો તેની ટીમ છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને હરાવશે તો મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડની સેમીફાઈનલ મેચ યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

શું પાકિસ્તાન અને ભારત હશે આમને સામને ?

આ સિવાય લીગ સ્ટેજમાં નંબર-4 પર રહેવાની અન્ય પ્રબળ દાવેદાર ટીમ પાકિસ્તાન છે. પાકિસ્તાનની ટીમના પણ 8 પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા ઓછો છે, તેથી તેની પાસે ન્યૂઝીલેન્ડ કરતા ઓછી તક છે. જો કે, જો પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે, તો મુંબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચ રમાઈ શકે છે.

અફઘાનિસ્તાન પણ આવી શકે છે :

લીગ તબક્કામાં નંબર-4 પર પહોંચનારી ત્રીજી મજબૂત દાવેદાર ટીમ અફઘાનિસ્તાન છે. અફઘાન ટીમના પણ માત્ર 8 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના સંદર્ભમાં, અફઘાન ટીમ ટોચની બે ટીમોથી પાછળ છે, તેથી આ ત્રણમાં તેમની તકો સૌથી ઓછી છે. જો કે, જો અફઘાનિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવે છે, તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ પણ મુંબઈમાં યોજાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી કઈ ટીમ આ વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ ટીમ ઈન્ડિયા સામે રમવા મુંબઈ પહોંચે છે.

 

Niraj Patel