ચાલતી ટ્રેનમાં છોકરીએ કર્યો ભોજપુરી ગીત પર બિંદાસ ડાંસ, પણ જનતાની નજર કાકા પર અટકી ગઇ

ચાલતી ટ્રેનમાં ગીત પર છોકરીનો બિંદાસ ડાંસ, પણ પાછળ ઉભેલા કાકા થઇ ગયા..જનતાની નજર કાકા પર અટકી ગઇ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Train Viral Video : ઇન્ટરનેટના આ યુગમાં બાળકોથી લઇને મોટા સુધીની દુનિયા સોશિયલ મીડિયામાં સમેટાઇ ગઇ છે અથવા તો એવું કહીએ કે તેમની પહોંચ વધી ગઇ છે. આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યૂટયૂબર ક્યાંય પણ ફોટો ક્લિક કરવા લાગી જાય છે અને વીડિયો શુટ કરવા લાગી જાય છે. ઘણીવાર તેમને મેટ્રો, ટ્રેન કે પછી રબ્લિક પબ્લિક પ્લેસ પર પણ વીડિયો શૂટ કરતા જોઇ શકાય છે. આમાં યુવતિઓની સંખ્યા ઘણી વધારે છે.

ચાલતી ટ્રેનમાં છોકરીએ કર્યો ભોજપુરી ગીત પર બિંદાસ ડાંસ

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર વીડિયો પોસ્ટ કરવાની માનો હોડ લાગી હોય. વીડિયો કે ફોટોશૂટ ક્યારેક ક્યારેક સામાન્ય લોકો કે પછી તે પોતે વ્યક્તિ માટે ખતરનાક સાબિત થાય છે. હાલમાં જ ઇન્ટરનેટ પર એક પશ્ચિમ બંગાળની યુવતિનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ટ્રેનમાં ઘણા લોકો સફર કરી રહ્યા છે અને આ વચ્ચે ડાંસ વીડિયો શૂટ કરતી જોઇ શકાય છે. યુવતિ ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે.

જનતાની નજર ચાચા પર અટકી

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ ડાન્સ વીડિયોમાં જોવા મળેલી સાહેલી રુદ્ર ઈન્ફ્લુઅન્સર છે. તેના 8.4 લાખથી વધુ ફોલોઅર્સ પણ છે. વીડિયોમાં તે ખેસારી લાલ યાદવના ભોજપુરી ગીત ‘સજ કે સવાર કે’ પર જીન્સ અને ટોપમાં ડાન્સ કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે 11 મિલિયનથી વધુ વખત વીડિયો જોવામાં આવ્યો છે. આના પર ઈન્ટરનેટ યુઝર્સની ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina