તારા જેવા જ માર ખાય છે… મેટ્રોમાં થઇ ગયો મોટો ઝઘડો, યુવતીએ યુવકને ઝીંકી દીધો તમાચો, પેસેન્જર પણ જોતા રહ્યા તમાશો, જુઓ લડાઈના ઘણા બધા વીડિયો
Girl Fight With Man In Moving Metro : સોશિયલ મીડિયામાં મેટ્રોને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. એમાં પણ દિલ્હી મેટ્રો તો સતત ચર્ચાનો વિષય પણ બની છે અને તેમાંથી અવાર નવાર એવી એવી ઘટનાઓ આવે છે જેના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક યુવતી અને પુરુષ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુવતી અને યુવક વચ્ચે થઇ લડાઈ :
વાયરલ થઇ રહેલા ઘણા બધા વીડિયોમાં યુવતી અને યુવક બંને મેટ્રોમાં જોરદાર ઝઘડો કરતા જોવા મળે છે. છોકરો સીટ પર બેઠો હતો જ્યારે છોકરી ઉભી હતી. બંને ઘણીવાર સુધી એકબીજા સાથે દલીલો કરતા રહ્યા. આ દરમિયાન ઘણા પસેન્જર પણ ત્યાં ઉભા છે અને વચ્ચે દરમિયાનગીરી કરી રહ્યા છે. પરંતુ મહિલા ખુબ જ ગુસ્સે છે.
View this post on Instagram
યુવતીએ માર્યો લાફો :
જેના બાદ મામલો ગંભીર બન્યો હતો. જોકે લોકોએ દરમિયાનગીરી કરી હતી. પરંતુ મહિલા કોચમાંથી નીચે ન ઉતરી ત્યાં સુધી ઉગ્ર દલીલ ચાલુ રહી. આ બધા વચ્ચે જ યુવતીએ યુવકને લાફો પણ ઝીંકી દીધો હતો. યુવક પણ સામે મારવા ગયો પરંતુ રોકાઈ ગયો. હવે આ લડાઈનો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને કેટલાક યુઝર્સ હસવાનું રોકી શક્યા નથી તો કેટલાક કહી રહ્યા છે કે મેટ્રોમાં આ હવે રોજીંદી દિનચર્યા બની ગઈ છે.
View this post on Instagram
વાયરલ થયો વીડિયો :
આ ભયંકર લડાઈના કેટલાક વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @its_faisal_no1 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેણે લોકોને અનુમાન કરવા કહ્યું કે તે કઈ મેટ્રો લાઇન છે. આ અલગ-અલગ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત, હજારો વપરાશકર્તાઓએ આ ક્લિપ્સને પસંદ કરી છે અને તેમના વિચારો પણ લખ્યા છે.
View this post on Instagram
યુઝર્સે કરી કોમેન્ટ :
જેમ કે એક વ્યક્તિએ લખ્યું “છોકરી વાઘણ જેવી દેખાય છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું – કેટલાક લિજેન્ડે કહ્યું કે તે મેટ્રોમાં સનગ્લાસ પહેરીને ફરે છે. જ્યારે કેટલાકે મજામાં લખ્યું હતું કે આગળનું સ્ટેશન પોલીસ સ્ટેશન છે. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો આ વાયરલ વીડિયોને લઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram