દિલ્લી મેટ્રો બાદ હવે પાર્કમાં પણ કપલની બેહૂદા હરકત, સરેઆમ કરી દીધો એવો કાંડ કે લોકો કરી રહ્યા છે ધરપકડની માંગ

આ પાર્કમાં ગંદી હરકત કરતુ જોવા મળ્યુ કપલ, પોલિસે કરી કાર્યવાહીની વાત, તો લોકોએ કરી આ માંગ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ફેમસ થવા માટે લોકો જાહેરમાં અશ્લીલ હરકતો કરતા જરા પણ શરમાતા નથી. દિલ્હી મેટ્રોમાંથી કપલની ઘણી એવી હરકતો સામે આવી ચૂકી છે જે બાદ યુઝર્સે કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે હવે નોઈડાના વેદ વન પાર્કમાં પણ આવી જ ઘટના બની. ઉત્તર પ્રદેશના નોઈડામાં વેદ વન પાર્કમાં ખુલ્લેઆમ ઈન્ટિમેટ એક્ટ કરી રહેલા એક કપલે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું.

વીડિયોમાં કપલ એકબીજાના મોંમાં પાણી રેડતા જોઇ શકાય છે. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, દિલ્હી મેટ્રો પછી હવે નોઈડા સેક્ટર-78ના વેદ વન પાર્કમાં પણ અભદ્ર લોકો આવવા લાગ્યા છે, જેઓ લાઈક્સ અને કોમેન્ટ માટે આવી વાહિયાત રીલ્સ બનાવે છે. જાહેર સ્થળોએ આવી રીલ બનાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ.

આ વીડિયો પર એક યુઝરે લખ્યું, “શરમજનક! આવી વસ્તુઓ સાર્વજનિક સ્થળોએ ન કરવી જોઈએ.” બીજાએ કહ્યું, “આ શું બકવાસ છે.” અન્ય એકે લખ્યું, “આ એક ગંભીર બાબત છે, @Uppolice @112UttarPradesh @noidapolice @cyberpolice_up ને વિનંતી છે કે પવિત્ર સ્થાન પર થતી આવી વાંધાજનક પ્રવૃત્તિઓ પર નજર રાખો!” ત્યાં બીજા એકે કહ્યુ “કૃપા કરીને પગલાં લો અને માફી માંગતો વીડિયો શેર કરો.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina