લગ્નના બંધનમાં બંધાયા સાઉથ એક્ટર વરુણ તેજ અને લાવણ્યા, અહીં જ વિરાટ અને અનુષ્કાએ પણ લીધા હતા સાત ફેરા

વરુણ-લાવણ્યાના લગ્નની તસવીરો આવી સામે, લાલ જોડામાં દુલ્હન લાગી ખૂબસુરત તો ગોલ્ડન શેરવાનીમાં હેન્ડસમ લાગ્યો દુલ્હો

વરુણ-લાવણ્યાના લગ્નમાં ચિરંજીવી, અલ્લુ અર્જુનથી લઇને રામ ચરણ સુધી સાઉથના સુપરસ્ટાર્સની જોવા મળી ઝલક

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Varun Tej-Lavanya Wedding Photos: સગાઉ કલાકારો વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠી માટે કરવા ચોથનો દિવસ કાયમ માટે યાદગાર બની ગયો. આ બંને સ્ટાર્સે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ડેસ્ટિનેશન વેડિંગ ઈટાલીના ટસ્કનીમાં બોર્ગો સેન ફેલિસ ખાતે કર્યા. આ લગ્નમાં સાઉથના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

સાઉથ કલાકારો વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠી બંધાયા લગ્નના બંધનમાં

ત્યારે હવે આ લગ્નની કેટલીક તસવીરો વરુણે શેર કરી છે. તસવીરોમાં વર-કન્યા વરુણ તેજ અને લાવણ્યા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તસવીરો સામે આવતા જ લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ હતી. આ ખાસ અવસર પર વરુણ બ્રાઈટ ક્રીમ શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે લાવણ્યા લાલ જોડામાં અને જ્વેલરીમાં ખૂબસુરત લાગી રહી હતી.

કરવા ચોથ પર બપોરે લગ્ન બાદ રાત્રે યોજાયુ રિસેપ્શન

અભિનેત્રીએ ગળામાં ભારે હાર અને માંગ ટીક્કો પહેર્યો હતો. તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી પણ જોરદાર લાગી રહી હતી. બંને એકબીજાને પ્રેમભરી નજરે પણ જોતા જોવા મળ્યા. આ વર્ષે 9 જૂન, 2023ના રોજ સગાઈ બાદ વરુણ અને લાવણ્યાએ 1 નવેમ્બરે લગ્ન કરી લીધા. લગ્નને વધુ ખાસ બનાવવા માટે વરુણ તેની દુલ્હનને વિન્ટેજ કારમાં લેવા આવ્યો હતો.

વરુણ-લાવણ્યાના લગ્ન એ જ જગ્યાએ થયા, જ્યાં  વિરાટ અને અનુષ્કાએ લીધા હતા સાત ફેરા

લાવણ્યા અને વરુણ તેજની હલ્દી સેરેમની 31 ઓક્ટોબરે થઈ હતી. તમને જણાવી દઇએ કે વરુણ અને લાવણ્યાના લગ્ન એ જ જગ્યાએ થયા હતા જ્યાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સાત ફેરા લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વરુણ તેજ સાઉથના એક મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

અલ્લુ અર્જુન, ચિરંજીવી સહિત અનેક સાઉથ સ્ટાર્સે આપી હતી લગ્નમાં હાજરી

વરુણ અભિનેતા નાગેન્દ્ર બાબુનો પુત્ર અને ચિરંજીવી-પવન કલ્યાણનો નેફ્યુ છે. 1 નવેમ્બરે બપોરે લગ્ન બાદ રાત્રે રિસેપ્શન પણ થયું હતું, જેમાં 120-150 લોકોએ હાજરી આપી હતી. આ પહેલા વરુણ-લાવણ્યાની કોકટેલ પાર્ટી અને સંગીત સેરેમની પણ થઇ હતી, જેમાં વરુણે સફેદ સાટીન શર્ટ અને બ્લેક પેન્ટ સાથે બો ટ્રાય કર્યો હતો.

વરુણ-લાવણ્યાની પહેલી મુલાકાત થઇ હતી 2017માં 

જ્યારે, લાવણ્યાએ સિલ્વર અને વ્હાઈટ કલરનો ગાઉન પહેર્યુ હતુ. વરુણ-લાવણ્યાના લગ્નમાં ચિરંજીવી, અલ્લુ અર્જુનથી લઇને રામ ચરણ સુધી સાઉથના સુપરસ્ટાર્સની ઝલક જોવા મળી હતી. વરુણ અને લાવણ્યાની પહેલી મુલાકાત 2017માં તેલુગુ ફિલ્મ મિસ્ટરના સેટ પર થઈ હતી.

શુટિંગ દરમિયાન થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઇ

શૂટિંગ દરમિયાન બંનેની મિત્રતા થઈ, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. વરુણ તેજે 2014માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. લાવણ્યા પણ એક્ટ્રેસ છે અને તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina