મોડી રાત્રે BB OTT 2 વિનર એલ્વિશ યાદવ સાથે પોલિસે કરી પૂછપરછ, સાપોની તસ્કરી મામલે 3 કલાક સુધી ચાલ્યા સવાલ-જવાબ

સાંપોના ઝહેર પર એલ્વિશ યાદવે જણાવી હકિકત, નોઇડા પોલિસની 3 કલાકની પૂછપરછમાં છૂટ્યો પરસેવો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બિગ બોસ OTT 2 વિનર એલ્વિશ યાદવ હાલમાં વિવાદોમાં ઘેરાયેલો છે. નોઈડા પોલીસે સાપનું ઝેર સપ્લાય કરવા અને રેવ પાર્ટીનું આયોજન કરવાના સંબંધમાં ગઈકાલે રાત્રે પ્રખ્યાત યુટ્યુબરની પૂછપરછ કરી હતી. સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ ચાલી હતી. મીડિયાથી બચવા માટે એલ્વિશ ગુપચુપ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ડીસીપી, એસીપી સ્તરના અધિકારીઓ દ્વારા યુટ્યુબરની પૂછપરછ કરવામાં આવી હતી. એલ્વિશની આજે ફરી પૂછપરછ થઈ શકે છે. નોઈડા પોલીસ આરોપી રાહુલ અને એલ્વિશને સામસામે બેસીને પૂછપરછ કરી શકે છે. નોઈડા પોલીસ બુધવારે ધરપકડ કરાયેલા 5 આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી શકે છે. આ કેસમાં બીજા પણ ઘણા અપડેટ્સ સામે આવ્યા છે.

વન વિભાગ દ્વારા સાપને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં 5 કોબ્રાની ઝેરી ગ્રંથીઓ દૂર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બાકીના 4 સાપ ઝેરી નહોતા. ડેપ્યુટી સીવીઓની પેનલે મેડિકલ ટ્રેનિંગ આપી હતી. તે જાણીતું છે કે કોઈપણ સાપની ઝેર ગ્રંથિને દૂર કરવી એ ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. આ માટે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. કોર્ટની પરવાનગી બાદ સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે એલ્વિશે પોતાને નિર્દોષ જાહેર કર્યો છે. તેનું કહેવુ છે કે તેનો આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પણ હાલમાં જ રિલીઝ થયેલી ઓડિયો ક્લિપમાં એલ્વિશનું નામ સામે આવ્યું હતું. ઓડિયોમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ યાદવે PFA (મેનકા ગાંધીની સંસ્થા પીપલ્સ ફોર એનિમલ્સ)ના સભ્યને કહ્યું કે તેણે આ ડ્રગ્સ એલ્વિશની પાર્ટીમાં પહોંચાડ્યું હતું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina