શાનદાર, ગજબ, જિંદાબાદ, મેક્સવેલે એકલા હાથે અફઘાની બોલરોને પાડી દીધા ઘૂંટણીએ, મેચ પછી પોતાની ઇનિંગ વિશે કર્યો ઘટસ્ફોટ, જુઓ શું કહ્યું ?

ઓસ્ટ્રેલિયાના ચાહકો લગભગ જીતની આશા ખોઈ બેઠા હતા ત્યારે જ બાહુબલીની જેમ આવ્યો ગ્લેન મેક્સવેલ, અફઘાનિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો  છીનવી ગયો, જુઓ મેક્સવેલે શું કહ્યું ?

Statement by Glenn Maxwell : ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે 7 નવેમ્બરે મંગળવારે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જે કર્યું તે કોઈ સપનાથી ઓછું ન હતું. સપનામાં પણ આ રીતે બેટિંગ કરવી અને ઇનિંગ્સ રમવી શક્ય નથી લાગતી. વિડીયો ગેમમાં પણ આવી ઈનિંગ્સ રમવી અશક્ય છે, પરંતુ મેક્સવેલે મુંબઈમાં જે આતંક સર્જ્યો હતો તે સદીઓ સુધી ક્રિકેટના ઈતિહાસમાં નોંધાશે. આ ઈનિંગને ચોક્કસપણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ તરીકે જાહેર કરવી જોઈએ.

વન-ડે ઇન્ટરનેશનલની સૌથી શાનદાર ઇનિંગ :

જો કે અન્ય ઘણા ક્રિકેટરોએ પણ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી સારી ઈનિંગ્સ રમી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આ ઐતિહાસિક ઈનિંગ્સનો એક અલગ જ અર્થ છે. તે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 6 કે તેનાથી નીચેના નંબર પર રમનાર પ્રથમ ખેલાડી છે. આ સિવાય રન ચેઝમાં પણ આ કારનામું કરનાર તે વિશ્વનો એકમાત્ર વ્યક્તિ છે. આના સિવાય પણ આ ઇનિંગને વનડે ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સનો દરજ્જો આપવાના ઘણા કારણો છે.

201 રનની અણનમ ઇનિંગ :

વાસ્તવમાં, ગ્લેન મેક્સવેલે આ ઈનિંગ એવા સમયે રમી જ્યારે ટીમની સાત વિકેટ 100 રન પહેલા જ પડી ગઈ હતી અને ટીમને 300 રનની નજીકના સ્કોરનો પીછો કરવાનો હતો. તેણે પેટ કમિન્સ સાથે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી, જેણે આખી ઇનિંગમાં માત્ર 12 રન બનાવ્યા. મેક્સવેલ 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 201 રનની અણનમ ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો અને તેણે એકલા હાથે પોતાની ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી.

આ ઇનિંગને લઈને મેક્સવેલે શું કહ્યું ?

આ ઇનિંગને લઈને મેક્સવેલે મેચ બાદ કહ્યું કે, “અફઘાનિસ્તાને ખુબ સારી બોલિંગ કરી પરંતુ મારા માટે તકનો ફાયદો ઉઠાવીને ઈનિંગ રમવું ખુબ શાનદાર રહ્યું. આજે રાત્રે હું સોનેરી તકનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માંગતો હતો. આ એક એવી ઈનિંગ છે જેના માટે મને મારા પર ગર્વ છે. આશ્ચર્યજનક છે. વર્લ્ડ કપ 2023ની પહેલી 2 મેચોમાં હાર બાદ લોકોએ અમને તરત નકારી દીધા હતા. એક ટીમ તરીકે હંમેશાથી અમને અમારા પર ભરોસો હતો.”

Niraj Patel