ડિઝાઇનર લહેંગામાં રવીના ટંડનની દીકરી રાશા થડાનીની ખૂબસુરતી જોઇ ચાહકો બોલ્યા- અદ્ભૂત

દિવાળી પાર્ટીમાં બધી હસીનાઓ પર ભારે પડી રવીના ટંડનની લાડલી, લહેંગામાં બિલકુલ હુસ્નની પરી લાગી રાશા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

મનીષ મલ્હોત્રાએ હાલમાં જ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, માધુરી દીક્ષિત, ગૌરી ખાન, સુહાના ખાન, જાહ્નવી કપૂર સહિત ઘણા સ્ટાર્સે પાર્ટીમાં હાજરી આપી હતી.

જો કે, આ પાર્ટી દરમિયાન, જાહ્નવી, સારા, સુહાના નહીં પરંતુ રવિના ટંડનની લાડલી રાશાએ પોતાના લુકથી પાર્ટીની લાઇમલાઇટ લૂંટી લીધી હતી. આ લુકમાં રાશા માત્ર બોલિવૂડની હસીનાઓને જ નહીં પરંતુ તેની માતા રવિના ટંડનને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. રાશા તેની માતા રવિના ટંડન સાથે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.

રવીનાએ ગોલ્ડન કલરની ચમકદાર સાડી પહેરી હતી, જ્યારે રાશાએ બ્લુ અને વ્હાઇટ લહેંગો પહેર્યો હતો. આ હેવી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાશાનો આ લુક સામે આવ્યા બાદથી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

જણાવી દઈએ કે રાશા થડાની માત્ર 18 વર્ષની છે, પરંતુ તે પોતાની સુંદરતાથી મોટી ફિલ્મ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. આ ઉંમરે પણ રાશાની ફેન ફોલોઈંગ ઘણી મજબૂત છે. રવિનાની દીકરી રાશા હાલમાં અભ્યાસ કરી રહી છે. આ સાથે, તેની પાસે માર્શલ આર્ટ ફોર્મ, ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ છે.

માર્શલ આર્ટની સાથે રાશા બોક્સિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે. અભ્યાસમાં ટોપર હોવા ઉપરાંત તે સ્પોર્ટ્સમાં પણ ચેમ્પિયન છે. સામાન્ય રીતે બોલિવૂડ સ્ટાર્સના બાળકો ફિલ્મોમાં કરિયર બનાવે છે. રાશા થડાનીની સુંદરતા જોઈને બધા કહે છે કે તે પણ તેની માતાની જેમ અભિનેત્રી બની શકે છે. રાશાને એક્ટિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina