દીપિકાને છોડી રણવીર સિંહે આ લેડીની કરી તારીફ, બોલ્યો- સો બ્યુટીફુલ, સો એલિગેંટ જસ્ટ લુકિંગ લાઇફ અ Wow…

રણવીર સિંહે નીતા અંબાણીને ભાભી કહી ખૂબસુરતીની કરી તારીફ, સાંભળી હસવું ના રોકી શક્યા મુકેશ અંબાણી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

હાલમાં જ જિયો વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી, જેમાં ઘણી બોલિવૂડ હસ્તિઓએ હાજરી આપી હતી. કરીના-કરિશ્મા કપૂર, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત, સુનીલ શેટ્ટી અને તમન્ના-વિજય વર્મા સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આ મોટી ઇવેન્ટનો ભાગ બન્યા હતા. આ ઇવેન્ટમાં ઘણી ફની પળો જોવા મળી હતી.

પરંતુ સૌથી મજાની ક્ષણ એ હતી જ્યારે રણવીર સિંહે મુકેશ અંબાણીની સામે નીતા અંબાણીના વખાણ કર્યા. એ સાંભળી તો મુકેશ અંબાણી પણ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા. બ્લેક બ્લેઝર અને ધોતીમાં સિમ્બા સ્ટાઇલની મૂછો સાથે રણવીર સિંહે વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગમાં એન્ટ્રી કરી હતી. આ ઈવેન્ટમાં અન્ય ઘણા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા, પરંતુ રણવીર કે જે હોસ્ટ બન્યો હતો તેણે આખી લાઇમલાઇટ છીનવી લીધી.

રણવીર એક સંપૂર્ણ પાવરહાઉસ બની ગયો અને તેણે સંપૂર્ણ ઉર્જા સાથે રેમ્પ પર વોક કર્યું, જેણે દરેકનું દિલ જીતી લીધું. આ પછી તેણે કોકિલાબેન અંબાણીના ચરણ સ્પર્શ કર્યા અને નીતા અંબાણીને ભાભી પણ કહ્યા. રણવીરે નીતા અંબાણીના ખૂબ વખાણ કર્યા અને કહ્યું, ‘દુનિયા તેમને નીતા મુકેશ અંબાણી કહે છે, પરંતુ અમે તેમને ભાભી કહેવાનું પસંદ કરીએ છીએ.

ત્યારબાદ વાયરલ ડાયલોગ બોલતા તેણે નીતા અંબાણીની સુંદરતાને વાઉ ગણાવી. તેણે કહ્યું, ‘સો બ્યુટીફુલ, સો એલિગેંટ જસ્ટ લુકિંગ લાઇક અ વાઉ. આ સાંભળીને તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી જોરથી હસી પડ્યા. રણવીર સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, અને આ વીડિયો ચાહકોનું દિલ પણ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina