લો બોલો… આઈફોન 15 માટે કંઈપણ કરવા માટે તૈયાર છે છોકરીઓ… જુઓ આ છોકરીને.. સ્ત્રીનું ઘરેણું કહેવાતા વાળ પણ મૂંડાવી દીધા… વાયરલ થયો વીડિયો

મફતમાં આઈફોન 15 લેવા માટે છોકરીએ કરાવી નાખ્યું પોતાના માથાનું મુંડન, આવો ક્રેઝ જોઈને લોકોએ કરી આવી કોમેન્ટ…જુઓ વીડિયો

Girl cut her hair to get free iPhone 15 : ભારતીય લોકોમાં આઈફોનને લઈને ખુબ જ ક્રેઝ જોવા મળે છે. તેનું નવું વેરિએન્ટ આવતા જ લોકો ખરીદવા માટે તડાપડી  કરે છે. હાલમાં જ લોન્ચ થયેલા આઈફોન 15ના લોન્ચિંગ સમયે પણ તમે જોયું કે લોકો આખી રાત લાઈનમાં ઉભા રહ્યા અને ફોન ખરીદ્યો. તો સોશિયલ મીડિયામાં પણ આઈફોનને લઈને ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. લોકો આઈફોન લેવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થતા હોય છે. હાલ એવી જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આઈફોન માટે વાળ કપાવવાની ઓફર :

એક ગેમમાં વાળ કપાવવા માટે આઇફોન જીતવાની ઓફર આવી હતી. ઘણી છોકરીઓ અને છોકરાઓ વર્તુળમાં ઉભા છે. ઘણી છોકરીઓ પાછળ હટી જાય છે જ્યારે તેમને કહેવામાં આવે છે કે તેમને આઈફોન મેળવવા માટે તેમના વાળ કાપવા પડશે. જો કે, એક હિંમતવાન છોકરી આ ઓફર સ્વીકારે છે અને તેના વાળ કપડાવવા માટે તૈયાર થઈ જાય છે.

હસતા અને રડતા રડતા છોકરીએ કરાવ્યું મુંડન :

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી તેના વાળ કપાવવા માટે ખુરશી પર બેઠી છે. તે એક જ સમયે હસી અને રડી રહી છે. થોડી જ વારમાં છોકરીના બધા વાળ નીકળી જાય છે. વાળ નીકળી ગયા પછી તે છોકરી રડવા લાગે છે. જોકે, તે હજુ પણ હસતી જોવા મળે છે. આ યુવતી સિવાય અન્ય ઘણા લોકોએ પણ આ ઓફર સ્વીકારી હતી. જેણે આ ઓફર સ્વીકારી હતી તેમને ઈનામ તરીકે આઈફોન આપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rizzy Talk (@rizzytalk)

લોકોએ કરી આવી કોમેન્ટ :

આ વીડિયો જોયા બાદ યુઝર્સે અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું, ‘છોકરાઓ માટે પણ એકવાર આ ઓફર અજમાવી જુઓ.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘મારા ભાઈ, તમે વાળ માટે વેપાર કર્યો છે, સન્માન નહીં.’ અન્ય યુઝરે કહ્યું, ‘જો તમારા વાળ ન હોય તો તમે iPhoneનું શું કરશો?’ અન્ય યુઝરે કહ્યું, ‘મારા પણ વાળ કાપો, મને માત્ર iPhone 11 આપો.’

Niraj Patel