માં અને દીકરી સાથે એશ્વર્યા રાય બચ્ચને કાપી બર્થ ડે કેક, પહેલીવાર આરાધ્યાએ મમ્મી માટે કહી આ વાત…જુઓ વીડિયો

એશ્વર્યા રાયના 50માં બર્થ ડે પર આરાધ્યાએ આપી એવી સ્પીચ કે હેરાન એક્ટ્રેસ દીકરી સામે ઝુકાવી દીધુ માથુ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

‘ચાંદ છુપા બાદલ મેં’ જ્યારે પણ આ ગીત વાગે છે ત્યારે સૌથી પહેલું નામ મનમાં આવે છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. ઐશ્વર્યા રાય બચ્ચને 1 નવેમ્બરે તેનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને આ અવસર પર દીકરી આરાધ્યાએ તેની માતા માટે એક સ્પીચ પણ આપી. આરાધ્યા બોલી રહી હતી અને ઐશ્વર્યા ગર્વથી આશ્ચર્યચકિત થઈ રહી હતી. આરાધ્યાએ આપેલ સ્પીચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યા બચ્ચને તેનો 50મો જન્મદિવસ આરાધ્યા અને તેની માતા સાથે ઉજવ્યો. જ્યારે મોકો મળ્યો, ત્યારે આરાધ્યા બચ્ચને સ્પીચના રૂપમાં મમ્મીને જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી. આ પહેલીવાર હતું જ્યારે આરાધ્યા લોકો અને મીડિયા સામે બોલી રહી હતી. આરાધ્યાએ જે પણ કહ્યું, ઐશ્વર્યાની આંખો પહોળી રહી ગઈ.

એશ્વર્યા પણ દીકરીની સ્પીચ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે ગર્વથી દીકરી સામે માથુ પણ ઝૂકાવ્યુ. ઐશ્વર્યાએ કહ્યું કે, આરાધ્યાએ જે પણ કહ્યું છે, તેની તેને અપેક્ષા નહોતી. તેને વિશ્વાસ નહોતો કે તેની દીકરી આવી ગર્વની વાત કહેશે. આરાધ્યાની સ્પીચ પર ત્યાં હાજર લોકોએ ખૂબ તાળીઓ પણ પાડી. આરાધ્યાએ ઐશ્વર્યા વિશે કહ્યું, ‘મને લાગે છે કે મારો પ્રેમ, મારું જીવન, મારી માતા જે કરી રહી છે તે ખરેખર મહત્વપૂર્ણ અને અદ્ભુત છે.

તે ખરેખર સમૃદ્ધ અને સંતોષકારક છે. તે વિશ્વને મદદ કરે છે. અમને બધાને મદદ કરે છે. અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે જે કરી રહ્યા છો તે ખરેખર અવિશ્વસનીય છે. જણાવી દઇએ કે, ઐશ્વર્યા તેની માતા અને પુત્રી સાથે સિદ્ધિવિનાયક મંદિર પણ ગઇ હતી અને આશીર્વાદ લીધા હતા. આ સાથે તે પેપરાજીને મળી અને આભાર પણ માન્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina