હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Russian Girl At Sarojini Market : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા ક્રિકેટરો એવા પણ હોય છે જે અલગ અલગ વિષયો પર એવા એવા વીડિયો બનાવે છે જેને જોઈને કોઈપણ હક્કાબક્કા રહી જાય. તો ઘણીવાર વિદેશી લોકો ભારતમાં આવે છે અને તેમની સાથે પણ કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જેના ઘણા બધા વીડિયો તમે જોયા હશે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં માર્કેટની અંદર એક રશિયન યુવતીનો એક યુવક પીછો કરી રહ્યો છે.
માર્કેટમાં રશિયન છોકરી પાછળ પડ્યો યુવક :
રશિયન યુવતી દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં વીડિયો બ્લોગિંગ કરી રહી હતી. તે એક અજીબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ જ્યારે એક છોકરાએ તેનો પીછો કર્યો અને તેને મિત્ર બનવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે પોતાનો કેમેરો ઓન કર્યો અને પછી વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ શૂટિંગ સેશનમાં પણ વિક્ષેપ પાડ્યો અને સતત તેનો મિત્ર બનવાનો આગ્રહ રાખ્યો. વ્લોગર રશિયન યુવતીએ એક અજાણી વ્યક્તિ સાથેની તેની વાતચીતનો વીડિયો યુટ્યુબ પર શેર કર્યો, જેનાથી નેટીઝન્સ નારાજ થયા.
મિત્ર બનવા કરી રહ્યો હતો દબાણ :
કેટલાક લોકોએ ભારતમાં તેના ખરાબ અનુભવ માટે માફી માંગી, જ્યારે અન્ય લોકોએ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી તેના માટે તેની પ્રશંસા કરી. રશિયન વ્લોગરનું નામ કોકો છે, અને તે સરોજિની નગર માર્કેટમાં ફરતી હતી, ત્યારે અચાનક એક વ્યક્તિ આવ્યો અને તેણીની મિત્ર બનવાનો આગ્રહ કર્યો. કોકોએ નમ્રતાપૂર્વક તેની અવગણના કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વ્યક્તિ તેની સાથે વાત કરવાનો અને તેની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરતો રહ્યો. વીડિયો શેર કરતી વખતે ભારતમાં કોકો નામના વ્લોગરે લખ્યું, “તેને કોઈ ભારતીય મિત્ર નથી જોઈતો.”
View this post on Instagram
રશિયન બ્લોગરે બનાવ્યો વીડિયો :
વીડિયોની શરૂઆત કોકો તેની સરોજિની માર્કેટની મુલાકાતના રેકોર્ડિંગ સાથે થાય છે. અચાનક, એક માણસ પાછળથી આવે છે અને પૂછે છે કે શું તેણી તેની મિત્ર બનવા માંગે છે. તેણીએ નમ્રતાથી ઇનકાર કર્યો, પરંતુ તે માણસ તેણીને અનુસરે છે અને તેણીના ઇનકાર વિશે તેણીને પ્રશ્ન કરે છે. વિડિયોના અંતે, વ્લોગર માણસને બાય-બાય કહે છે અને તેની પાસેથી ભાગતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં