ભઇ શેર હોય તો આવો ! એક એવોર્ડ અને આ વ્હિસ્કી કંપનીના શેર ખરીદવાવાળા ઝૂમી ઉઠ્યા, એક વર્ષમાં 1 લાખના થઇ ગયા 14 લાખ

જે દારૂ નથી ઢીંચતાં એને પણ કરાવી મોજ! આ શેરે લોકોના ‘બંગલા બંધાવ્યાં’, લોકોને કરોડપતિ બનાવ્યા, જુઓ નામ

વ્હિસ્કી મેન્યુફેક્ચરિંગ કંપની શેરબજારમાં ધમાલ મચાવી રહી છે. છેલ્લા એક મહિનાથી આ કંપનીનો શેર દરરોજ અપર સર્કિટ મારી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરમાં 145.22%નો ઉછાળો આવ્યો છે. આ સ્ટોક દરરોજ તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે. મંગળવારે તે 5 ટકાની અપર સર્કિટ સાથે રૂ.667.25 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે 2 મેના રોજ 700.60 પર ટ્રેડ કરી રહ્યો છે. તેની 52 સપ્તાહની નીચી સપાટી 45.20 રૂપિયા પ્રતિ શેર હતી.

અમે વાત કરી રહ્યા છીએ લિકર મેન્યુફેક્ચરિંગ કંપની પિક્કૈડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (Piccadilly Agro Industries Ltd), જેની માર્કેટ કેપ 6 હજાર કરોડ રૂપિયા છે. આ શેરના શેરે એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. આ કંપનીના શેરે માત્ર એક જ વર્ષમાં રોકાણકારોને 14 ગણું વળતર આપ્યું છે, જેનો અર્થ છે કે જો કોઈએ એક વર્ષ પહેલા 1 લાખનું રોકાણ કર્યું હશે તો આજે તે 14 લાખ રૂપિયા થઇ ગયા હશે.

પિક્કૈડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરની કિંમત 2 મે 2023ના રોજ 47.35 રૂપિયા પ્રતિ શેર હતી, પરંતુ 2 મે 2024ના રોજ શેર 700.60 પર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં Piccadilly સ્ટોકે 176.52% વળતર આપ્યું છે. પાંચ વર્ષ દરમિયાન તેણે 6,592.58% એટલે કે લગભગ 67 ગણું વળતર આપ્યું છે.

મતલબ કે જો કોઈ વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું પણ રોકાણ કર્યું હોત તો તેની પાસે આજે 67 લાખ રૂપિયા હોત. ઈન્દ્રી સિંગલ મોલ્ટ ઈન્ડિયન વ્હિસ્કીને એક વર્ષ પહેલા વિશ્વની શ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઈન્દ્રીને વર્ષ 2023માં ‘વિસ્કી ઓફ ધ વર્લ્ડ’ એવોર્ડથી નવાજવામાં આવી હતી,

જે બાદ વ્હિસ્કી મેન્યુફેક્ચરિંગ કંપની Piccadily Agro Inds Limitedના શેર તોફાન મચાવી રહ્યા છે. પિક્કૈડિલી એગ્રોના શેર છેલ્લા એક મહિનાથી સતત વધી રહ્યા છે, જે રોકાણકારોએ આ કંપનીના શેર ખરીદ્યા છે તેઓ તેને વેચી રહ્યા નથી. જેના કારણે શેર રોજ અપર સર્કિટ લગાવી રહ્યા છે.

Shah Jina