‘હાથ લગાવીશ તો તારી પણ નોકરી ખાઇશ…’ આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM કેજરીવાલ આવાસમાં શું થયુ ? વીડિયો આવ્યો સામે

સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં નવો વળાંક આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સ્વાતિ માલીવાલને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘હાથ લગાવી જોઇ લે હું તારી નોકરી લઇ લઇશ’. વીડિયોમાં સુરક્ષા ગાર્ડ પણ જોઈ શકાય છે. જો કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. સ્વાતિ માલીવાલ સાથે સંબંધિત સીએમ કેજરીવાલના આવાસનો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે પણ મોટી વાત કહી છે.

પોલીસે કહ્યું કે તેઓએ વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને આ મામલે તપાસ કરવામાં આવશે. આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર આરોપી છે. જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલ સોમવારે અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે ગઈ હતી. આરોપ છે કે સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારે તેમની સાથે ગેરવર્તણૂક કરી અને મારપીટ પણ કરી.

આ મામલે દિલ્હી પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ત્યારે સીએમ કેજરીવાલના નિવાસસ્થાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સીએમના નિવાસસ્થાને સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર અને મારપીટનો મામલો દરરોજ નવો વળાંક લઈ રહ્યો છે.

સ્વાતિ માલીવાલે શુક્રવારે તીસ હજારી કોર્ટમાં જઈને કલમ 164 હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું. આ પહેલા દિલ્હી પોલીસની ટીમ પણ તેને મળી હતી, આ બાબતની સંપૂર્ણ માહિતી લીધી હતી. આ પછી, મુખ્ય આરોપી સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી.

Shah Jina
error: Unable To Copy Protected Content!