સાબરકાંઠા : પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ, પિતા-પુત્રીનાં મોત, 2 ઇજાગ્રસ્ત

પાર્સલ ખોલતાં જ ધડાકો, પિતા-પુત્રીનાં મોત:સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ બ્લાસ્ટમાં અન્ય બે સારવાર હેઠળ, જાણો સમગ્ર મામલો

સાબરકાંઠાના વડાલીના વેડા ગામેથી દર્દનાક ઘટના સામે આવી, વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થયો અને આ દુર્ઘટનામાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બ્લાસ્ટની જાણ થતાં જ વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાને કારણે ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસ્યા.

રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવા તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને એવી માહિતી સામે આવી છે કે તેમાં હોમ થિયેટર હતુ. આ પાર્સલ ઘરે પહોંચતા જ પરિવારના સભ્યોએ તેને ખોલ્યું અને પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે.

આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાબરકાંઠાના વડાલીના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું જેમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું. આ પાર્સલ ખોલતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે ચાર ઇજાગ્રસ્ત થયા.

ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યાંથી વધુ સારવાર હેઠળ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યારે વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ઇજાગ્રસ્તોને લઇ જવાઇ રહ્યા હતા ત્યારે એક દીકરી મોતને ભેટી હતી. જો કે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, પાર્સલ બોંમ્બના કારણે મોત થયાના ગુજરાતમાં ભૂતકાળમાં પણ 4 કિસ્સા બની ચૂક્યા છે. મૃતકની વાત કરીએ તો, તેમાં 30 વર્ષિય જીતુભાઇ વણઝારા, 14 વર્ષિય ભૂમિકાબેન જીતુભાઇ વણઝારાનો સમાવેશ થાય છે અને 14 વર્ષિય શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા અને 11 વર્ષિય છાયાબેન જીતુભાઇ વણઝારા સારવાર હેઠળ છે.

Shah Jina