કુદરતનો આ તો કેવો ખેલ ! ધોરણ-10માં આવ્યા 99.7 PR પણ બ્રેઇન હેમરેજથી મોત- ડોક્ટર બનવાનું સપનું રહી ગયુ અધૂરુ

હીરના ધોરણ-10 માં 99.70 પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેઈન હેમરેજથી ઘેટિયા પરિવારે દીકરી ગુમાવી-કોમેન્ટ બોક્સમાં વાંચો

હાલમાં જ કેટલાક દિવસ પહેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, અને ઘણા વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવ્યુ છે. જો કે, આ વચ્ચે રાજકોટમાં રહેતી એક 16 વર્ષીય વિદ્યાર્થિની હીર કે જે ખૂબ જ સારા માર્ક્સે પાસ થઇ પરંતુ તેણે જોયેલુ સપનું અધૂરું રહી ગયું. કારણ કે બ્રેઈન સ્ટ્રોકને કારણે હીરનું મોત નિપજ્યું. હીર ભવિષ્યમાં ડોક્ટર બનવા માગતી હતી, અને લોકોની સેવા કરવા માંગતી હતી.

હીરે ધોરણ-10 બોર્ડમાં 99.7 PR મેળવ્યા છે. અચાનક વહાલસોઈ દીકરીનું મોત બાજ પરીવાર ભાંગી પડ્યો છે. 16 વર્ષની હીર પ્રફુલભાઈ ઘેટીયાને એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થતા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ પછી તબિયત સારી થતા તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી.

જો કે ઘરે ગયા બાદ અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે એમઆરઆઈ રિપોર્ટ કરાવતા હિરના મગજનો 80થી90 ટકા ભાગ કામ ના કરતો હોવાનું માલૂમ પડ્યુ. આ પછી તેને આઈસીયુમાં દાખલ કરાઇ અને સઘન સારવાર આપવામાં આવી. જો કે તેની તબિયતમાં કોઈ સુધારો ના થતા 15 મે 2024ના રોજ તેને મૃત જાહેર કરાઇ.

પરિવાર પર આભ તૂટી પડવા છત્તા પણ માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવાયો અને સમાજમાં દાખલો બેસાડાયો. હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને તેનું સપનું ડોક્ટર બનવાનું હતું. તેણે ધોરણ 10 બોર્ડમાં 99.7 PR મેળવ્યા.

Shah Jina