પીળો સૂટ પહેરી પરિણીતિ ચોપરાએ લગ્નના ફંક્શનમાં કરી ખૂબ મસ્તી, શેર કર્યા ચૂડા સેરેમનીના ફોટોઝ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Parineeti Chopra Chooda ceremony : બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં તેના લગ્ન બાદથી ઘણી ચર્ચામાં છે. એક મહિના પહેલા જ આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન પરિણીતી અને રાઘવના લગ્નના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.
ત્યારે લગ્નના એક મહિના બાદ પરિણીતીએ તેની ચૂડા સેરેમનીના કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી યલો સૂટમાં જોવા મળી રહી છે. તસવીરોમાં ક્યારેક એક્ટ્રેસ ચૂડાની વિધિ કરતી તો ક્યારેક ફૂલોના વરસાદની મજા લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરો સામે આવ્યાની થોડી જ વારમાં વાયરલ થઈ ગઇ હતી.
આ તસવીરોમાં પરિણીતિ ખૂબ જ સુંદર લાગી રહી છે અને મસ્તીના મૂડમાં પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ ચૂડા પર જે ગુલાબી કપડું વીંટાળ્યું હતુ તેના પર P.R. લખ્યુ હતુ એટલે કે પરિણીતી અને રાઘવ.’ આ તસવીરોમાં અભિનેત્રીની ખુશી જોતા જ બની રહી હતી. જ્યારે તેના પર ફૂલોની વર્ષા થઈ રહી હતી ત્યારે અભિનેત્રી ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 24 સપ્ટેમ્બરના રોજ થયા હતા. આ લગ્નમાં પરિવાર, નજીકના મિત્રો અને બોલિવૂડના કેટલાક પસંદગીના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ લગ્ન ઉદયપુરમાં થયા હતા જેમાં બંને સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી હતી. લગ્નને શાહી બનાવવા માટે નાની નાની વાતનું ઘણુ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
પરિણીતીની કલીરે પણ ખાસ હતી, જેમાં કપલની પ્રેમ કહાની વર્ણવામાં આવી હતી. આ તસવીરોમાં પ્રથમ મુલાકાતની કોફી, ઓમ, નમસ્કાર, કોફી મગ, કપ કેક અને ટેલિફોન બૂથનો સમાવેશ થાય છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં