ફ્લોરલ પ્રિન્ટેડ ગાઉનમાં તમન્નાનો ક્લાસી અંદાજ, ફેન્સે કહ્યું, તાજા ફૂલોથી ભરેલો બગીચો લાગે છે અભિનેત્રી
સાઉથની આ હસીનાએ ફ્લોરલ પ્રિન્ટેડ ડીપનેક ગાઉનમાં વરસાવ્યો એવો કહેર કે ચાહકો પણ હોટ અને ક્લાસી લુક જોઇ થઇ ગયા પાગલ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
બોલિવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાની એક્ટિંગ સાથે સાથે પોતાના ગોર્જિયસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની ખૂબસુરતીનો જલવો બતાવી લાઇમલાઇટ ચોરી લે છે. ચાહકો પણ તેના હોટ અને ગોર્જિયસ લુકના દીવાના છે. જણાવી દઇએ કે, તમન્ના સાઉથ સિનેમામાં જ નહિ પરંતુ બોલિવુડમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.
ત્યારે હાલમાં જ એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે તહેલકો મચાવી દીધો છે. તમન્ના ભાટિયાની આ તસવીરો પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધી ખૂબસુરતી અને અભિનયથી હજારો દિલોને ઘાયલ કરનાર તમન્ના ફ્લોર સ્વીપિંગ ડીપ નેક ગાઉનમાં જોવા મળી રહી છે.
આ લુકમાં તેણે ઘણા આકર્ષક પોઝ પણ આપ્યા. તમન્ના સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસમાં પણ સામેલ છે. બાહુબલી બાદ તો તમન્નાએ તેની ફી પણ વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મુંબઈમાં OTT ઇન્ડિયા ફેસ્ટ 2023નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તમામ સેલેબ્સે પિંક રિબન પહેરી હતી. જણાવી દઇએ કે, આ રિબન સમાજમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે લગાવવામાં આવે છે.
આ ફેસ્ટનું આયોજન બાંદ્રા વેસ્ટ સ્થિત તાજ હોટલમાં કરવામાં આવ્યું હતુ. આ ફેસ્ટમાં કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને કપલગોલ્સ આપતા પણ નજરે પડ્યા હતા. તમન્ના વિજયની રિબન સેટ કરતી જોવા મળી હતી અને આ જોઇએ પેપ્સે પણ કહ્યું- ‘નાઇસ જોડી’. પેપ્સે વિજયના પણ વખાણ કર્યા અને કહ્યું – ‘કડક લાગી રહ્યા છો ભાઇ’.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં