ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરી એકતા કપૂરની નાગિને આપ્યા એવા કિલર પોઝ કે ચાહકો થયા બેકાબૂ

‘નાગિન’ બનીને લોકોના દિલોમાં ઘર કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનો લેટેસ્ટ લુક ચાહકોને દીવાના બનાવી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી કેમેરા સામે ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં લુકનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ચાહકો આ તસવીરો જોઇ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. તેજસ્વીનો ઓરેન્જ ડ્રેસ લંબાઈમાં ખૂબ ટૂંકો હતો. તેજસ્વીએ આ લુકમાં કાઉચ પર બેસી કેમેરા સામે કિલર પોઝ આપ્યા હતા. અભિનેત્રીના આ ડ્રેસને પહેલીવાર જોતા એવું લાગે છે કે તેણે ટોપ સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યો છે.

પરંતુ અભિનેત્રીનો આ ડ્રેસ વન-પીસ સ્ટાઈલનો છે જે ઉપરથી થોડો ઢીલો, પેટના ભાગે એકદમ ટાઇટ અને નીચે સ્કિન ફિટિંગ છે. તેજસ્વીએ આ ડ્રેસ સાથે ગોલ્ડન હાઈ હીલ્સ પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આ તસવીરો તેજસ્વી પ્રકાશે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

તસવીરો શેર કરતાની સાથે જ ખૂબ જ વાયરલ થવા લાગી. જણાવી દઇએ કે, હાલમાં જ તેજસ્વીએ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાનો જન્મદિવસ ગોવામાં સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઈ હતી.

Shah Jina