ટ્રાફિક ભરેલા રસ્તા પર અચાનક ટૂંકી ચડ્ડી પહેરીને પાછળ ઝોમેટોનું બેગ ભરવી R15 બાઈક લઈને આવી ડિલિવરી ગર્લ, જોઈને લોકો રહી ગયા હક્કાબક્કા
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Zomato Delivery Girl : સોશિયલ મીડિયાપર ફૂડ ડિલિવરી બોયના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર આ ડિલિવરી બોયના સ્ટ્રગલની કહાની પણ સામે આવતી હોય છે જે લોકોને ભાવુક પણ કરી દેતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક ફૂડ ડિલિવરી ગર્લ વાયરલ થઇ રહી છે, તેનો અંદાજ જોઈને તો કોઈપણ પોતાના હોશ ખોઈ બેસે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઈન્દોર શહેરમાં એક છોકરી યામાહા R15 મોટરસાઈકલ ચલાવી રહી હતી અને તેના હાથમાં Zomato ડિલિવરી બેગ હતી.
R15 પર નીકળી ડિલિવરી કરવા :
આ વીડિયો રાજીવ મહેતા નામના યુઝરે પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે યુવતી બાઇક ચલાવી રહી હતી ત્યારે આસપાસના લોકો તેની સામે જોઈ રહ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, વીડિયોમાં એક છોકરી Zomato-બ્રાન્ડેડ જર્સી અને હાફ જીન્સ પહેરેલી યામાહા R15 પર સવારી કરતી જોવા મળી રહી છે. તેણીના વાળ ભૂરા છે, ચશ્મા પહેર્યા છે અને તેની બાઇક પર તેના ખભા પર Zomato બેગ છે.
ટ્રાફિકમાં જોઈને લોકોના હોશ ઉડ્યા :
વીડિયોમાં તે ટ્રાફિકમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળે છે. લોકો તેને જ જોઈ રહ્યા છે. જોકે, Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે સ્પષ્ટતા કરી હતી કે આ રિપોર્ટ સાચો નથી. કંપનીમાં કામ કરતી યુવતી વિશે કોઈ માહિતી નથી. વીડિયોને ઘણી લાઈક્સ મળી છે અને કોમેન્ટ્સ સાથે 1.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. આ વીડિયોને દર્શકો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી હતી, જેમાંથી એક યુઝરે હેલ્મેટ ન પહેરવાનો સવાલ ઉઠાવ્યો હતો.
Indore #Zomato marketing head had this idea. He hired a model to drive around with an empty zomato bag for one hour in the morning and one hour in the evening. @zomato is on a roll… 😁😁 pic.twitter.com/kuwVpNzewu
— Rajiv Mehta (@rajivmehta19) October 16, 2023
વીડિયો પર આવ્યા આ પ્રતિભાવ :
કેટલાક લોકોએ મોડલની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા અને તેને માર્કેટિંગ સ્ટંટ ગણાવ્યો. દીપેન્દરે કેપ્શનમાં લખ્યું, “અરે! અમારે આ સાથે કોઈ લેવા-દેવા નહોતા. અમે હેલ્મેટ વિના બાઇક ચલાવવાનું સમર્થન કરતા નથી. સાથે જ, અમારી પાસે “ઈન્દોર માર્કેટિંગ હેડ પણ નથી. એવું લાગે છે કે આ અમારામાંથી કોઈ છે.” બ્રાન્ડ પર ફ્રી-રાઇડિંગ. અમારી પાસે સેંકડો મહિલાઓ છે જેઓ તેમના પરિવારો માટે આજીવિકા મેળવવા માટે મહેનત કરે છે.”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં