50 ઓવર સુધી વિકેટ કીપિંગ કર્યા બાદ બાથરૂમમાં નાહવા ગયો હતો KL રાહુલ, અને ભારતની 3 વિકેટ પડી, જણાવી ડ્રેસિંગ રૂમની હકીકત

ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ કે.એલ. રાહુલે કહ્યું, “હું નાહીને નીકળ્યો હતો, શ્વાસ લેવાનો પણ સમય નહોતો, 3 વિકેટ પડી ગઈ હતી અને પછી કોહલીએ….”, જુઓ શું કહ્યું ?

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

KL Rahul’s reaction after the win against Australia : ક્રિકેટના સૌથી મોટા સંગ્રામ વિશ્વકપની શરૂઆત થઇ ગઈ છે અને આ વખતે વર્લ્ડકપની મિજબાની પણ ભારત કરી રહ્યું છે. ત્યારે દેશભરમાં વર્લ્ડકપને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે વર્લ્ડકપમાં પોતાની પહેલી જીત પણ મેળવી લીધી છે અને ભારત આ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પોતાની પ્રથમ મેચમાં 6 વિકેટે હરાવ્યું. જેમાં ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કે એલ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને ભારતને જીત અપાવી.

કે.એલ રાહુલ અને વિરાટે સાંભળી ઇનિંગ :

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની તેની પ્રથમ મેચમાં, ભારતીય ટીમ 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા પછી લડખડાઈ ગઈ હતી. જ્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી સાથે ક્રીઝ પર આવ્યા ત્યારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હાજર દરેક પ્રશંસક મૌન હતા અને ભારતનું સ્કોર બોર્ડ જોઈને નિરાશ પણ થઈ ગયા હતા. ત્યાંથી ભારત માટે જીતવું લગભગ અશક્ય લાગતું હતું, પરંતુ કોહલી અને રાહુલે ઈનિંગને સંભાળી અને એક એવી સ્ક્રિપ્ટ લખી જેની કદાચ ઓસ્ટ્રેલિયન ટીમને અપેક્ષા નહોતી.

નાહીને નીકળ્યો હતો રાહુલ :

આ મેચના હીરો કેએલ રાહુલે તેની મેચ વિનિંગ ઇનિંગ્સ વિશે કહ્યું કે તે સ્નાન કરીને ક્રિઝ પર આવતાની સાથે જ નર્વસ થઈ ગયો હતો, પરંતુ કોહલીના પાઠ તેના માટે ખૂબ જ ઉપયોગી હતા. જ્યારે કેએલ રાહુલ મેચ પછીની પ્રેસની સામે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવી રહ્યો હતો ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે, “વિરાટ કોહલી જ્યારે અણધાર્યા સમયે મેદાન પર આવવું પડ્યું ત્યારે તમને શું કહ્યું?” જેના પર રાહુલે હસીને કહ્યું, ‘સાચું કહું તો અમને વાત કરવાનો સમય નથી મળ્યો.”

વિરાટે આપ્યો હતો સપોર્ટ :

તેને આગળ કહ્યું કે, “હું જસ્ટ નાહ્યો હતો, મેં વિચાર્યું કે હું અડધો કલાકનો વિરામ લઈશ અને પછી મેદાનમાં જઈશ, પરંતુ મારી પાસે શ્વાસ લેવાનો પણ સમય નહોતો, તેથી હું મેદાનમાં ગયો. તેથી જ્યારે હું શાવર લઈને મેદાન પર આવ્યો ત્યારે હું માત્ર મારા શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે કોહલીએ કહ્યું હતું કે, અમારે વિકેટ બચાવવી પડશે અને હવે માત્ર પરફેક્ટ શોટ્સ રમવાના છે. અમે થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમીશું અને પછી જોઈશું કે આગળ શું થાય છે, કોહલીની યોજના કામ કરી ગઈ અને અમે ખુશ છીએ કે અમે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel