પત્નીની તુલના કિયારા અડવાણી સાથે કરવી પતિને પડી ભારે, જુઓ વીડિયોમાં પત્નીને કેવો સબક શીખવાડ્યો

‘તારાથી સારી તો કિયારા અડવાણી છે…’ પતિને પળવારમાં જ ખબર પડી ગઇ કે તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Husband Wife Viral Video : પતિ-પત્નીને લઇને ખૂબ મીમ્સ બનતા હોય છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર તો એવા એવા મીમ્સની ભરમાર હોય છે અને વધારે તો હસબન્ડ-વાઇફ જોક્સમાં પતિને જ બિચારો બતાવવામાં આવે છે. હવે તો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ પતિ-પત્નીની તૂ તૂ મેં મેં અને નોંક-ઝોંક ભરેલી પડી છે.

પતિએ પત્નીની તુલના કરી દીધી પતિ સાથે
ત્યારે હાલમાં ટ્વિટર પર એક એવો વીડિયો સામે આવ્યો, જેને જોઇ કદાચ અનેક પતિઓને લાગશે કે આ તો તેમની સાથે પણ થયુ છે. એક વ્યક્તિ તેની પત્નીની તુલના કિયારા અડવાણી સાથે કરી બેઠો, તે પછી પત્ની જે કરે છે ને તે જોઇને તમારી પણ હસી છૂટી જશે. 51 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે પતિ તેની પત્નીને કહે છે કે અરે યાર, એક્ટ્રેસ તો છે એ. ગુસ્સો કેમ કરી રહી છે ? એવી રીતે કહે છે કે મતબલ લગ્ન કરી લઇશ એનાથી.

પછી બંને વચ્ચે થઇ આવી નોંક-ઝોંક
પત્ની તેની તરફ જોઇ કહે છે કે જાવ કરી લો. તો પતિ કહે છે કે જાણે એ કરી લેશે મારાથી. તો પત્ની વ્યંગમાં બોલે છે કે ના, ના..કરી લેશે, તમે તો આટલા સારા છો ને, તમારા પર તો છોકરીઓ ફિદા થઇ જાય. પછી પતિ કહે છે કે મતલબ મને કોઇ એક્ટ્રેસ સારી પણ ના લાગી શકે. તો તે પછી પત્ની બોલી- જાવ તમે કિયારા અડવાણી પાસે અને તમને ખાવાનું નહિ મળે.

લોકોએ કરી આવી આવી કમેન્ટ
આ વીડિયો ટ્વિટર પર શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યુ કે જ્યરે પતિએ પત્નીની તુલના કિયારા અડવાણી સાથે કરી દીધી હોય. આ વીડિયો પર એકે કમેન્ટ કરી લખ્યુ- ભાઇ એ સ્ત્રી છે કંઇ પણ કરી શકે છે. તો બીજાએ કમેન્ટ કરી- ભાભીજી એકદમ બરાબર બોલી. તમે કેમ કરી તુલના ? ભાભીજી 7 દિવસ સુધી કોઇ ખાવાનું નહિ આપે. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina