લો બોલો.. .આ સ્ટ્રીટ ફૂડ વાળાએ રજનીગંધા નાખીને બનાવી ગુટખા આમલેટ, જોઈને તમારા દિમાગનો પારો પણ છટકશે

ક્યારેય જોઈ છે રજનીગંધા વાળી આમલેટ ? આ ભાઈએ ઈંડામાં મિક્સ કરી રજનીગંધા અને પછી બનાવી એવી આમલેટ કે લોકો પણ બૂમો પાડવા લાગ્યા, જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Gutka Omelette Video :સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગીંગને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા દિમાગનો પારો પણ છટકે. કારણ કે કેટલાક લોકો પરંપરાગત ખાણીપીણીની વસ્તુઓ સાથે પણ છેડછાડ કરતા હોય છે અને એવી વિચત્ર વાનગી બનાવી દે છે કે તેને જોઈને એ વસ્તુ ફરી ખાવાનું પણ મન ના થાય, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભાઈ રજનીગંધાથી આમલેટ બનાવી રહ્યો છે.

રજનીગંધા આમલેટ :

આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે સામાન્ય રીતે રજનીગંધાને એક ગુટખા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો રજનીગંધા ઓમેલેટ જોવા માટે ઉમટી પડ્યા હતા. આ પ્રયોગને લઈને વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પરંતુ શું આ પ્રયોગ ખરેખર સુરક્ષિત છે? રજનીગંધામાં રહેલા તત્વો હાનિકારક હોઈ શકે છે. ગુટખામાં રહેલા તત્ત્વો માત્ર પાચનતંત્રમાં બળતરા જ નથી કરી શકતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

લોકો રહી ગયા હક્કાબક્કા :

આ સિવાય ગુટખામાં રહેલા કેટલાક તત્વો પણ કાર્સિનોજેનિક માનવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઓમલેટ બનાવતા દુકાનદારે પહેલા એક બાઉલમાં કેટલાક ઈંડા તોડી નાખ્યા અને પછી તેની સાથે હાજર એક વ્યક્તિએ રજનીગંધાના બે પાઉચ ખોલીને તેમાં નાખ્યા. પછી દુકાનદારે બાકીની પ્રક્રિયાને અનુસરીને સંપૂર્ણ ઓમલેટ બનાવ્યું. ગુટખાની આમલેટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

હજારો લોકોએ જોયો વીડિયો :

આ પ્રયોગ જોઈને લોકોએ સવાલો ઉઠાવવા માંડ્યા. એક યુઝરે કહ્યું, “બજારમાં ખાદ્યપદાર્થોમાં ઓછી ભેળસેળ જોવા મળી હતી. શું તેઓએ તેમાં ગુટખા પણ ભેળવવાનું શરૂ કરી દીધું છે? તેમની દુકાનમાં આવી બિનઆરોગ્યપ્રદ આમલેટ ખાવા કોણ આવશે?” આ વીડિયોને ટ્વિટર પર @dhaikilokatweet નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લગભગ 40 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel