પેરાગ્લાઇડિંગ કરવા દરમિયાન હવામાં જ બેભાન થયો ગયો વ્યક્તિ, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો થયો વાયરલ, કાચા-પોચા હૃદય વાળા ભૂલથી પણ ના જોતા…
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Horrifying video of paragliding : દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને એડવેન્ચરનો ખુબ જ શોખ છે અને તેઓ એડવેન્ચર માટે અવનવી જગ્યાઓ પર પણ જતા હોય છે. જ્યાં તેઓ દિલધડક રાઈડનો ભાગ પણ બનતા હોય છે. ઘણીવાર રાઈડ દરમિયાન એવી ઘટના બનતી હોય છે જે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. એમાં પણ પેરાગ્લાઇડિંગને લગતા તો ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેમાં લોકોનો ડર જોઈ શકાય છે અને બૂમો પણ પાડતા હોય છે.
ડરીને બેભાન થઇ ગયો વ્યક્તિ :
ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ભાઈ પેરાગ્લાઇન્ડીંગ દરમિયાન હવામાં જ બેભાન થઇ ગયો. વીડિયો જોયા પછી લોકો કહે છે કે જો તમને આટલો ડર લાગે છે તો તમારે પેરાગ્લાઈડિંગ ન કરવું જોઈએ. આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે પેરાગ્લાઈડિંગ કરતી વખતે એક વ્યક્તિ ખૂબ જ ડરી જાય છે. તેનું મોં ખુલ્લું છે, જ્યારે તેની સાથે હાજર ગાઈડ હસી રહ્યો છે. તે અજાણ હતો કે વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી.
ભયાનક વીડિયો થયો વાયરલ :
પાછળથી તેનું માથું નીચેની તરફ ઝુકે છે. જે બાદ તેને નીચે લાવવામાં આવે છે. પછી જ્યારે ગાઈડ પોતાનો ચહેરો ઉપર તરફ કરે છે ત્યારે વ્યક્તિ ચીસો પાડવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Enezator નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 76 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 1500થી વધુ લોકોએ લાઈક કર્યો છે. મોટી સંખ્યામાં લોકો તેને રીટ્વીટ કરી રહ્યા છે.
fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05
— Enezator (@Enezator) September 13, 2023
લોકોએ કરી કોમેન્ટ :
ઘણા લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘તે એવા સપનામાંથી જાગી રહ્યો છે જ્યાં તે એન્જલ્સ સાથે ઉડી રહ્યો હતો.’ અન્ય યુઝરે કહ્યું, ‘મેં પણ એવું જ કર્યું હોત, પરંતુ ઉત્સાહિત થવાને બદલે હું ગભરાઈ ગયો હોત!’ ત્રીજા વપરાશકર્તાએ કહ્યું, ‘તે ત્યારે જાગી ગયો જ્યારે તેને નીચે પડવાનું સપનું આવ્યું?’ ચોથો યુઝર કહે છે, ‘તે બેભાન થઈ ગયો કારણ કે તે શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. જ્યારે શંકા હોય, ત્યારે બૂમો પાડો! તમે શ્વાસ લેશો.”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં