આ ભાઈએ 4 વર્ષના ટેણીયાને આપ્યું બુલેટ ચલાવવા, વીડિયો વાયરલ થતા જ લોકોનો પિત્તો પહોંચ્યો સાતમા આસમાને, જુઓ

આને ટેલેન્ટ કહેવાય કે મુર્ખામી ? 4 વર્ષના ટેણીયાને બુલેટનું સ્ટેયરીંગ પકડાવીને છુટ્ટુ મૂકી દીધું, જોઈને લોકો એવા બગડ્યા કે ભાઈને કોમેન્ટ જ બંધ કરવી પડી, જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

4 Year Boy Driving Bullet : આજે દરેક વાલી પોતાના બાળકને ખુબ જ ટેલેન્ટેડ બનાવવા માંગતો હોય છે, પરંતુ આ ટેલેન્ટડ બનાવવાના ચક્કરમાં તે ઘણીવાર એવા એવા કામ કરે છે કે બાળકો માટે પણ જોખમ કારક બની જતા હોય છે. ઘણા લોકો પોતાના નાની ઉંમરના બાળકો સ્કૂટર કે બાઈક ચલાવે તેમાં ગર્વ અનુભવતા હોય છે, પરંતુ જયારે તે અકસ્માતનો શિકાર બને છે ત્યારે જ તેમને પોતાની ભૂલ સમજાય છે. આજના સમયમાં નાના બાળકો મોબાઈલ અપરી રહ્યા છે અને તેના પરિણામ પણ આપણે જોઈ ચુક્યા છે.

4 વર્ષના બાળકે ચલાવ્યું બુલેટ :

ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ 4 વર્ષના ટેણીયાને બુલેટ જેવી ભારે ભરખમ ગાડી ચલાવવા માટે આપે છે.  સામે આવી છે કેરલમાંથી. જ્યાં એક 4 વર્ષનો છોકરો તેની રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ડ્રાઇવિંગ કુશળતાને કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. વિડિયો બતાવે છે કે કેવી રીતે આ ટેણીયું કોઈ સમસ્યા વિના રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ચલાવે છે. છોકરાએ ક્લાસિક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને યામાહા RX100 સહિત અનેક મોટરસાઇકલ વડે તેનું કૌશલ્ય બતાવ્યું.

લોકો રહી ગયા હેરાન :

છોકરાએ બુલેટ અને અન્ય બાઈક ચલાવતા જ તે ઓનલાઈન વાયરલ થઈ ગયો. શેર કરેલ મનોરંજક વિડિઓઝની શ્રેણી જોઈ શકાય છે. કૌશલ્ય અને નિયંત્રણના ઉત્કૃષ્ટ સ્તરનું પ્રદર્શન કરીને, તે મોટી ટાટા ઝેનોન પીકઅપ ટ્રક તેમજ નાની મોટરસાયકલને નિયંત્રિત કરે છે.  આ બાળકને આ રીતે નિર્ભયપણે વાહન ચલાવતા જોઈને લોકો પણ હેરાન રહી ગયા,  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saif muhmmed (@tranz__moto_hub)

કોમેન્ટ કરવી પડી ઓફ :

એક યુઝરે લખ્યું, “વાહ રેર ટેલેન્ટ.” અન્ય યુઝરે લખ્યું, “હેલો. એકદમ વિચિત્ર. ”… ત્રીજા વપરાશકર્તાએ તેમના કૌશલ્યના સેટની પ્રશંસા કરતા લખ્યું, “તેના પિતાની હાજરી, જેઓ રાઈડ વિડિયોમાં તેમને કાળજીપૂર્વક અનુસરતા જોવા મળે છે, તે સુરક્ષા પ્રત્યેના તેમના સમર્પણ પર વધુ ભાર મૂકે છે.” આ બાળકે ઓછા સમયમાં પોતાની ફેન ફોલોઈંગ બનાવી લીધી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. સાથે જ ઘણા લોકોના ટ્રોલ કરવા બાદ કોમેન્ટ પણ ઓફ કરવી પડી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel