ચાર ચાર બંગળી વાળી ગાડી લઈને આ ખેડૂત જાય છે શાકભાજી વેચવા માટે, જાણો કોણ છે આ વૈભવી કાર વાળો ખેડૂત ?, વાયરલ થયો વીડિયો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Farmer goes to sell vegetables with an Audi : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે ઘણા લોકો વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને લઈને સૌને આશ્ચર્ય થતું હોય છે. તમે ઘણીવાર મોંઘીદાટ ગાડીઓ પર મમ્મીને કંઈક સુકવતા જોઈ હશે, પરંતુ શું ક્યારે કોઈને લક્ઝુરિયસ કાર લઈને શાક વેચવા જતા જોયો છે ?
50 લાખની ઓડી લઈને પાલક વેચવા જાય છે :
કેરળમાં જ્યારે એક ખેડૂત રૂ. 50 લાખની કિંમતની કારમાં પાલક વેચવા નીકળ્યો ત્યારે દરેક જણ દંગ રહી ગયા. જે વાહનમાં ખેડૂત શાકભાજી વેચવા નીકળ્યો તે કોઈ સામાન્ય વાહન નથી પરંતુ ઓડી A4 છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળના આ ઓડી ખેડૂતનું નામ સુજીત છે. તમામ યુવાનોની જેમ તે પણ ખેતીકામ કરે છે. તે ખેતીની આધુનિક અને તકનીકી પદ્ધતિઓ અપનાવીને પાક ઉગાડે છે. જ્યારે પણ લોકો તેને રસ્તાના કિનારે ઓડી A4 જેવી લક્ઝરી કારમાંથી શાકભાજી વેચતા જુએ છે ત્યારે તેઓ દંગ રહી જાય છે.
સોશિયલ મીડિયામાં છે ખુબ જ ફેમસ :
સુજીત પોતાના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રોફાઇલ્સ છે. જેમાં તે અવારનવાર પોતાના ખેતરો, પાક અને કામદારોના ફોટા શેર કરે છે. સુજીતની ખેતીની પદ્ધતિઓથી મોટી સંખ્યામાં યુવાનો પ્રભાવિત છે. ઈન્સ્ટાગ્રામ પર સુજીતની સારી ફેન ફોલોઈંગ છે. પ્રોફાઈલ પર ખેતીને લગતા ઘણા ફોટા અને વિડીયો હાજર છે. એક ખાસ વીડિયોમાં સુજીત ખેતરમાં પાક ઉગાડતો અને તેને ઓડી જેવી કારમાં બજારમાં લઈ જતો જોવા મળે છે.
View this post on Instagram
રસ્તા પર પાથરણું પાથરીને બેસે છે :
બજારમાં પહોંચ્યા પછી, તે પ્લાસ્ટિકની ચાદર ફેલાવે છે અને તેના પર શાકભાજી વેચવાનું શરૂ કરે છે. આગળ વિડિયોમાં, તેની બધી શાકભાજી વેચાય છે અને પછી તે તેની લક્ઝરી કારમાં નીકળી જાય છે. મળતી માહિતી મુજબ, સુજીતની માલિકીની ઓડી સેકન્ડ હેન્ડ છે. તેણે આ કાર થોડા સમય પહેલા ખરીદી છે. નવી Audi A4ની વાત કરીએ તો આ કારની કિંમત 44 લાખથી 52 લાખ રૂપિયાની રેન્જમાં છે. હવે ખેડૂત આટલું મોંઘું અને લક્ઝુરિયસ વાહન સંભાળે છે, તે પણ દરેકને પ્રેરણા આપે છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં