ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી હવે ચન્દ્ર પર કરશે ડાયરો, એક ચાહકે આપી ચન્દ્ર પર જમીન ભેટમાં, ચાલુ ડાયરામાં આવી મોજ, જુઓ વીડિયો

કિર્તીદાન ગઢવીના ડાયરામાં તમે રૂપિયા અને ડોલર ઉડતા બહુ જોયા જશે, પરંતુ હવે એક ચાહકે આપી ચન્દ્ર પર જમીન ભેટ, વાયરલ થયો વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Land on Chandra was gifted to Kirtidan Gadhvi : હાલ ગુજરાતી કલાકારો વિદેશની ધરતી પર ધૂમ મચાવી રહ્યા છે. કેનેડા, અમેરિકા અને લંડન જેવા દેશોમાં હાલ ગરબા અને ડાયરાની રમઝટ જામી રહી છે, ત્યારે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ હાલ વિદેશમાં ડાયરાની રમઝટ જમાવી રહ્યા છે. તેમના સોશિયલ મીડિયામાં પણ આ ડાયરાની રમઝટના ઘણા બધા વીડિયો જોવા મળતા હોય છે.

લખો રૂપિયા ઉડે છે ડાયરામાં :

ત્યારે કેનેડાના એક ડાયરા દરમિયાન એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. કિર્તીદાન ગઢવી હાલ કેનેડામાં ડાયરાની રમઝટ જમાવી રહ્યા છે અને તેમના ડાયરામાં ચાહકો ડોલરનો વરસાદ પણ કરતા જોવા મળે છે. ભારતમાં પણ જયારે કિર્તીદાનનો ડાયરો થાય છે ત્યારે ચાહકો હજારો, લાખો રૂપિયાની તેમના પણ ઘોર કરતા હોય છે.

ચાહકે આપી ચન્દ્ર પર જમીન :

ત્યારે હાલ કેનેડાના હેમિલ્ટનમાં યોજાયેલા એક ડાયરામાં કિર્તીદાન ગઢવીને એક ચાહકે ચન્દ્ર પર જમીન ભેટમાં આપી હતી. ચાહક કિર્તીદાન પાસે ચંદ્ર પાર જમીનના કાગળિયા લઈને આવતા જ કિર્તીદાન પણ હેરાન રહી ગયા હતા. ચાહકને તેમને મજાકમાં કહ્યું, “સાચે આપે છે ?” જેના બાદ સૌ કોઈ હસવા લાગ્યા હતા.

 

કિર્તીદાન થયા ખુશ :

જેના બાદ કિર્તીદાન કહે છે કે, “જવાનું કઈ રીતે ભાઈ ? ચાંદ પર તમારે બધાએ આવવાનું છે ભાઈ, આપણે ત્યાં ડાયરો કરશું..” છેલ્લે તે કારણ કે કહીને “ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં” ગીત પણ લલકારે છે. ત્યારે હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

માયાભાઇ આહીરે પણ ખરીદી છે ચંદ્ર પર જમીન :

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હાસ્ય કલાકાર માયાભાઇ આહીર પણ ચંદ્ર પર જમીન ખરીદવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે કિર્તીદાન ગઢવીને પણ ચાહકે ચંદ્ર પર જમીન ભેટમાં આપી છે. જ્યારથી ચંદ્રની ધરતી પર ભારતનું ચંદ્રયાન ઉતર્યું છે ત્યારથી ચંદ્ર પર જમીન ખરદીવાનો ક્રેઝ પણ વધુ જોવા મળી રહ્યો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel